ક્રાઈમ:સમાધાન કર નહિતર પતાવી દઈશું : કેશોદમાં મહિલાને ધમકી

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમાધાન કર નહિતર પતાવી દઈશું : કેશોદમાં મહિલાને ધમકી

કેશોદમાં જુનામનદુઃખમાં મહિલાને છરી બતાવી છેડતી કરી ધમકી આપતા 2 શખ્સ સામે ગુનો નોંધાયો હતો. અને પોલીસે આ બંને શખ્સો વિરૂદ્ઘ ગુનો નોંધ્યા બાદ વધુ આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,કેશોદમાં રહેતાં કાજલબેન જીતુભાઈ પરમારે વર્ષ 2014માં સલીમ ઉર્ફે ભુરિયો ઈશાક દલ સામે મારામારીની ફરિયાદ નોંધાવી હતી.જેથી સમાધાન કરવા સલીમ કહેતો હોય જે વાતનું પણ મનદુઃખ ચાલતું હોય અને કાજલબેન ટિફિન લેવા માટે જતા હોય ત્યારે સલીમ અને એજાજશા ઉર્ફે એજુ શબીરશા શાહમદાર બાઈક લઈને ઘસી આવ્યા હતા અને કાજલબેનનો હાથ પકડી છરી બતાવી છેડતી કરી હતી અને કહ્યું હતું કે જુના કેસનું સમાધાન કરી લે નહિતર પતાવી દઈશું અને ધમકી બાદ ગાળો પણ ભાંડી હતી.પોલીસે આ બન્ને શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...