તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડ ગ્રેબિંગ:વેરાવળના ડાભોર ગામે જમીન પચાવી પાડી ગેરકાયદેસર બાંધકામ કરતાં ભાજપના તા.પં.ના સભ્‍ય સહિતના ત્રણ શખ્‍સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ થતા ચકચાર

વેરાવળ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પચાવી પાડેલ પ્‍લોટ પર ચાલી રહેલ બાંઘકામ - Divya Bhaskar
પચાવી પાડેલ પ્‍લોટ પર ચાલી રહેલ બાંઘકામ
  • જિલ્‍લા કલેકટરે અરજદારની ફરીયાદ અંગે તપાસ કરી અહેવાલ રજૂ કરવા વેરાવળના નાયબ કલેકટરને તપાસ સોપી
  • ભાજપ પક્ષની છબીને ઘકકો લાગતી ઘટના સામે આવતા પંથકના રાજકારણમાં ખળભળાટ

વેરાવળમાં જમીન પચાવી પાડી તેના પર ગેરકાયદેસર બાંધકામ કરતાં તાલુકા પંચાયતના ભાજપના સભ્‍ય સહિતના ત્રણ શખ્‍સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ નોંધાઇ છે. ભાજપના સભ્‍ય સહિતના ત્રણ શખ્‍સોએ ગેરકાયદેસર રીતે કબ્‍જો કરી જમીન પચાવી પાડવાના ઇરાદે બાંઘકામ કરી રહ્યા હતા જે અંગે લેન્‍ડ ગ્રેબિંગ એકટ હેઠળ જિલ્‍લા કલેકટરને અરજી આપતાં નાયબ કલેક્ટરને તપાસ કરી અહેવાલ કરવા હુકમ થતા ખળભળાટ મચી ગયો છે.

ગીર સોમનાથ જિલ્‍લાની ભાજપ શાસીત વેરાવળ તાલુકા પંચાયતના સભ્‍યએ પ્‍લોટો પચાવી પાડયા હોવા અંગે લેન્‍ડ ગ્રેંબિગ હેઠળ કાર્યવાહી કરવા જિલ્‍લા કલેકટરને ફરીયાદ થયેલી છે. જે અંગે જાણવા મળેલી વિગતોનુસાર, વેરાવળના નાના કોળીવાડાની પંડીત શેરીમાં રહેતા ભીખુ કરશન ગોહેલે કરેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તાલુકાના ડાભોર ગામના ગામતળમાં આવેલા પ્‍લોટ નં.27 અને 29 કુલ ચો.મી.334- 45-20 પોતાની માલીકીના આવેલા છે. આ પ્‍લોટો તેમના પિતાજીએ જાહેર હરરાજીમાંથી ખરીદી કરેલા હતા.

પ્‍લોટની તસ્‍વીર
પ્‍લોટની તસ્‍વીર

આ દરમિયાન ડાભોર ગામના પૂર્વ સરપંચ કાળા કાના રાઠોડ, વર્તમાન ભાજપના તા.પ.ના સભ્‍ય દેવરાજ કાળા રાઠોડ અને ભરત કાળા રાઠોડ ત્રણેય શખ્‍સોએ અમારી માલિકીના બંને પ્‍લોટો પચાવી પાડી તેના પર દાદાગીરીથી સરકારી રસ્‍તો બંઘ કરી ગેરકાયદેસર રીતે મકાનનું બાંઘકામ કરી રહ્યા છે. આ શખ્‍સો મોટી રાજકીય વગ ધરાવતા હોવાથી અમે તંત્રને પ્‍લોટોનો કબ્‍જો ખાલી કરાવી આપવા અનેકવાર ફરીયાદો અને રજૂઅતો કરી હોવા છતાં આજદીન સુઘી કોઇ કાર્યવાહી કરાઇ નથી. જેથી ત્રણેય શખ્‍સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી છે.

આ મામલે જિલ્‍લા કલેકટર દ્રારા તથ્‍યો તપાસી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંઘ) અઘિનિયમ-2020 હેઠળ તપાસ કરી અહેવાલ રજૂ કરવા માટે નાયબ કલેકટર - વેરાવળને તપાસ સોપી છે.

અન્ય સમાચારો પણ છે...