તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પતિને છૂટાછેડા આપવા શોક્યના ભાઇએ ધમકી આપ્યાની ફરિયાદ

જૂનાગઢ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બિલખાના માંડણપરા રહેતી યુવતીની પતિ સહિત 3 સામે રાવ

જૂનાગઢ તાલુકાના માંડણપરાની એક યુવતીને તેના પતિ સાથે લીવ ઇનમાં રહેતી સ્ત્રી અને તેના કથિત ભાઇએ ફોન કરી પતિને છૂટાછેડા આપવા ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. માંડણપરાની પૂનમબેન રાઠોડ નામની યુવતીના લગ્ન સાવરકુંડલામાં રહેતા અને પીજીવીસીએલમાં સીનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા મનીષ વિનયચંદ્ર રાઠોડ સાથે થયા હતા.

મનીષની એ પહેલાં દિપીકા વિનોદરાય મારૂ નામની યુવતી સાથે સગાઇ થઇ હતી. જે બે વર્ષ સુધી રહી અને બાદમાં પૂનમબેન સાથે લગ્ન કર્યા હતા. દિપીકાના લગ્ન પણ બીજે થઇ ગયા હતા. પરંતુ તેને મનીષ સાથે આડા સંબંધ ચાલુ રહ્યા હતા. અને બાદમાં છૂટાછેડા થઇ ગયા હતા. પૂનમ મનીષ સાથે 5 માસ રહી. એ દરમ્યાન દિપીકા સાથેના આડા સંબંધની જાણ થતાં મનીષ સાથે અવારનવાર ઝઘડા થતાં મનીષે તેને કાઢી મૂકી હતી. આથી તે પોતાને માવતર માંડણપરા રહે છે.

પૂનમે મનીષ સામે કેસ કરતાં કોર્ટે 11 હજાર ભરણપોષણ આપવાનો હુકમ કર્યો હતો. પણ મનીષે એકજ વખત એ રકમ ચૂકવી હતી. બાદમાં પૂનમે અવારનવાર કોર્ટમાં અરજી કરી હતી. પણ દિપીકાએ ફોન પર પૂનમને છૂટાછેડા આપવા ધમકી આપવાનું શરૂ કર્યું. તા. 25 નવે. થી 18 ડિસે. દરમ્યાન દેવેન્દ્ર નામના શખ્સે પૂનમને ધમકી આપી હતી. આથી પૂનમે મનીષ, દિપીકા અને દેવેન્દ્ર સામે બિલખા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો