વેરાવળ તાલુકાના ઇણાજ ગામે આવેલી આઇસ ફેક્ટરીના કંમ્પાઉન્ડમાંથી નવેક માસ પૂર્વે એએસપીના નેજા હેઠળ મામલતદાર સહીતની તંત્રની ટીમ દ્વારા ભેળસેળ યુકત પેટ્રોલીયમ પદાર્થનો જથ્થો પકડી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સ્થળ ઉપરથી કોઇ પણ જાતના લાયસન્સ વગર સંગ્રહ કરી વેચાણ કરવા માટે રાખેલ આશરે 24 હજાર લીટર કિં.રૂ.14 લાખ 40 હજાર તથા ટેન્કર મળી કુલ રૂ.26 લાખ 40 હજારનો મુદામાલ સીઝ કર્યો હતો. આ અંગે આજે પ્રભાસ પાટણ પોલીસમાં મામલતદાર દ્વારા ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રભાસ પાટણ પોલીસમાં મામલતદાર ડી.એન.કડછા દ્વારા નોંધાવેલ ફરીયાદમાં જણાવેલી વિગત મુજબ, નવેક માસ પહેલા તા.23-7-2021 ના રોજ તાલુકાના ઇણાજ ગામે આવેલ શિવકૃપા આઇસ ફેકટરીના કંમ્પાઉન્ડમાંથી એએસપી ઓમપ્રકાશ જાટના નેજા હેઠળ મામલતદાર, નાયબ મામલતદાર વી.ડી.કરમટા, તલાટી એન.આર. ખેર અને એસઓજીના પીએસઆઇ સહીતનાએ દરોડો પાડી બાયોડીઝલના ભળતા નામથી ભેળસેળ યુકત પેટ્રોલીયમ પદાર્થ 24 હજાર લીટર કિં.રૂ.14 લાખ તથા હેરફેરમાં ઉપયોગમાં લીધેલ ટ્રેન્કર નં. (GJ-18-AX-9360)કિં.રૂ.12 લાખ મળી કુલ રૂ.26.40 લાખનો મુદામાલ સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડમાં જપ્ત કરાયેલ પેટ્રોલિયમ પદાર્થમાંથી નમુના લઈ પુથ્થકરણ માટે મોકલાવેલા હતા. જેમાં આ જથ્થો ભેળસેળ યુક્ત લાઈસન્સ વગર સંગ્રહ કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું હતુ. જેના રીપોર્ટ આધારે પ્રભાસ પાટણ પોલીસમાં સતીષ પુનાભાઇ વાળા (રહે.વેરાવળ )વાળા સામે આઇ.પી.સી. કલમ 285 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ રાકેશ મારૂએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.