તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:જુગાર રેડ વખતે ભાગતાં મોતને ભેટેલા યુવાનના પિતાની ફરિયાદ

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખીજડિયા ગામે વાડીના શેઢે વીજ આંચકાથી મોત થયું હતું

મેંદરડા તાલુકાના ખીજડિયા ગામે સાતમના દિવસે પોલીસે જુગારની રેડ પાડતાં થયેલી નાસભાગ વખતે એક યુવાનનું બાજુની વાડીના શેઢે લગાવેલી ફેન્સીંગના વીજ કરંટને લીધે મોત નિપજ્યું હતું. આ બનાવમાં મૃતકના પિતાએ વાડી માલિક સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, મેંદરડા તાલુકાના ખીજડિયા ગામે ગત તા. 29 ઓગષ્ટે વિજયભાઇ ઉર્ફે વિનુભાઇ મોહનભાઇ ધોરાજિયાની ચીકુબો નામની સીમ વિસ્તારમાં પોલીસે જુગારનો દરોડો પાડ્યોહતો. એ વખતે ત્યાંથી નાસભાગ થતાં મેરૂભાઇ ઉર્ફે કમલેશભાઇ નામના યુવાનને બાજુમાં આવેલી ગોવિંદભાઇ જીવાભાઇ ધોરાજિયાની વાડીના શેઢે કરંટવાળી ફેન્સીંગને અડી જતાં જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. અને તેનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં મૃતકના પિતા દેવશીભાઇ રાજાભાઇ રાઠોડે વાડી માલિક ગોવિંદભાઇ સામે ડાયરેક્ટ થ્રીફેઇઝ વાયર બાંધી મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...