તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:જૂનાગઢના વીરપુરમાં ચૂંટણી સમયનું મનદુઃખ રાખી સરપંચે એક મહિલાને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

જૂનાગઢ તાલુકાના વીરપુરમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં મત નાખવાના જુના મનદુઃખના કારણે મહિલા પર ગામના સરપંચે પાઇપ વડે હુમલો કરી વાળ પકડી ઢીકા મારી કપડા ફાડી નાખી ધમકી આપ્યાની ફરિયાદ થતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ તાલુકાના વીરપુરમાં રહેતા ગીતાબેન જયસુખભાઈ દૂધાત્રાને ગામના સરપંચ યાકુબ તરમહમદ સીડા સાથે ગત તાલુકા પંચાયતની ચુંટણીમાં મત નાખવા બાબતનું મનદુ:ખ ચાલતું હતું. સરપંચ મારમારવાની વાત કરતા હોવાથી ગીતાબેન ગામમાં ભોજાભાઈ દાફડાનાં ઘરે ગયા હતા અને સરપંચને સમજાવવા વાત કરી હતી. આથી ભોજાભાઈ સરપંચને સમજાવવા ગયા હતા. થોડીવાર બાદ તેઓ પરત આવ્યા હતા અને સરપંચ માનતા નથી તેમ વાત કરતા હતા.

તે દરમ્યાન સરપંચ યાકુબ સીડાએ આવી ગાળો આપી હતી.ગીતાબેને ગાળો આપવા ના પાડતા સરપંચ યાકુબ સીડાએ ઉશ્કેરાઈ જઇ ગીતાબેન પ૨ પાઈપથી હુમલો કરી આંખની નીચે ઇજા કરી હતી. બાદમાં ઝપાઝપી કરી વાળ પકડી ઢીકા માર્યા હતા અને કપડા ફાડી નાખી મારી નાખવા ધમકી આપી હતી. બાદમાં મહિલાને 108 માં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં નાક પાસે ટાંકા લેવા પડ્યા હતા. આ અંગે ગીતાબેને વીરપુરના સરપંચ યાકુબ તારમહમદ સીડા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...