તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૂંગળામણ:વેરાવળની રેયોન કંપની આસપાસના વિસ્તારમાં મંગળવારે રાત્રિના ગેસ ગળતર અને ગૂંગળામણ થતી હોવાની ફરિયાદ

વેરાવળ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાત્રિના સમયે જ લોકો કલેકટરના નિવાસસ્થાને રજૂઆત માટે પહોંચ્યા

વેરાવળ શહેરની ખારવા સોસાયટી, પી.એન્ડ ટી કોલોની, મફતિયાપરા સહિતના વિસ્તારમાં મંગળવાર ની રાત્રિના અફરાતફરી મચી હતી અને લોકોમાં શ્વાસ રૂંધાવો, ગળામાં બળતરા સહિતની તકલીફો થતી હોવાની ફરિયાદો ઉઠી હતી.

આ અંગે સ્થાનિક લોકોનો આક્ષેપ હતો કે, શહેરની મધ્યમાં આવેલ ઇન્ડીયન રેયોન કંપનીમાંથી થયેલ ગેસ લીકેજના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પ્રકારની મુશ્કેલી વારંવાર સર્જાતી હોય જેથી મંગળવારે રાત્રિના રોષે ભરાયેલા સ્થાનિકો જિલ્લા કલેક્ટરના નિવાસ સ્થાને રેયોન કંપની વિરુદ્ધ ફરીયાદ લઈ દોડી ગયા હતા.

જો કે, સિક્યુરિટી દ્વારા લોકોને જિલ્લા કલેક્ટરને મળતા અટકાવ્યા હતા અને પોલીસ ને જાણ કરતા તાબડતોબ પોલીસ સ્‍ટાફએ દોડી આવી લોકોના ટોળાને વિખેર્યા હતા.

આ ઘટના અંગે ખારવા સોસાયટીમાં રહેતા સામાજીક કાર્યકર દેવેન્‍દ્ર મોતીવરસે જણાવેલ કે, છેલ્લા ત્રણ દિવસથી રેયોન કંપની સતત ગેસ લીકેજ કરી રહયા હોવા ઉપરાંત વારંવાર ગેસ છોડે છે. જેના કારણ પ્‍લાન્‍ટની પાસે આવેલ અમારી ખારવા સોસાયટી સહિત આસપાસના વિસ્‍તારના લોકો અને બાળકોને શ્વાસ લેવામાં તકલીફ સાથે ગુંગણામણ અનુભવી રહયા છે. ગેસ લીકેજથી અમારા સંતાનોના આરોગ્‍ય પર ભયંકર ખતરો મંડરાયો છે. રેયોન કંપની અવાજનું પણ પ્રદુષણ ભરપુર ફેલાવી રહી છે અને મનસ્‍વી રીતે ગમે ત્‍યારે રાત્રીના સમયે સાઉન્‍ડીંગ કરે છે જેના કારણે રહીશો પરેશાની ભોગવી રહયા છે.

કંપનીએ ગેસ લીકેજ થયાની ઘટના નકારી

મંગળવારની રાત્રિની ઘટનામાં લોકોનો આક્ષેપ અંગે કંપનીના સુત્રોના જણાવ્યા મુજબ રાત્રિના પ્લાન્ટ શરૂ થતાં સલ્ફર એસિડની સુગંધ પ્રસરી હતી અને કોઈ ગેસ લીકેજ થયો ન હતો.

અઘિકારીઓ સંવેદના ચૂકયાનો ગણગણાટ

અત્રે નોંઘનીય છે કે, ઘણા સમયથી રેયોન કંપનીનું પ્રદુષણ ભોગવતા રહીશો કંટાળીના ગતરાત્રીના કલેકટરના બંગલે ઘસી ગયેલ હતા. ત્‍યારે લોકોની વેદના સાંભળી સાંત્‍વના આપવાના બદલે જીલ્‍લાના વહીવટી વડા સંવેદના દાખવવાની માનવતા પણ ચુકયા હોય તેમ બહાર આવેલ ન હતા. જેથી લોકોમાં રોષ પ્રવર્તેલ અને જીલ્‍લામાં અઘિકારીઓની પ્રજા તરફે કેવી સંવેદના છે તેનો અમોને અનુભવ થયો હોવાનો વસવસો કરતા હોવાનો ગણગણાટ કરી રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો