તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પતિએ પત્નીનાં નામનું એકાઉન્ટ બનાવી બદનામ કર્યાની ફરિયાદ

જૂનાગઢ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેશોદમાં પતિ, સાસુ, નણંદ ત્રાસ આપતા પરિણીતાએ ફરિયાદ નોંધાવી

કેશોદમાં રિસામણે આવેલી પરિણિતાનું તેના જ પતિએ સોશ્યલ મિડિયામાં એકાઉન્ટ બનાવી ફોટા વિડિયો અપલોડ કરતા પરિણિતાએ કેશોદ પોલીસમાં પતિ, સાસુ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. કેશોદમાં અક્ષરવાટીકામાં રહેતા રમેશભાઈ કરશનભાઈ ગોહેલની પુત્રી પુજાના લગ્ન એમડી નગરમાં રહેતા પથીક જેન્તીભાઈ મકવાણા સાથે કરવામાં આવ્યા હતા.

લગ્ન જીવન દરમિયાન સાસરિયાંના ત્રાસથી પૂજા પિતાને ઘેર રિસામણે હતી. દરમિયાન પથિકે સોશ્યલ મિડિયામાં પત્નીનું એકાઉન્ટ બનાવી પોતાના લગ્ન સમયના ફોટા અને વિડિયો અપલો૰ડ કરી પરીવારના સભ્યો તથા મિત્રોને મોકલી પત્નીને બદનામ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં તેણે મેસેજો કરી નંબરની આપલે કરી જુના ફોટા શેર કર્યા હતા. પુજાને આ વાતની જાણ થતા તેણે પથિક, સાસુ રમાબેન અને નણંદ સુધાબેન અમીતભાઈ સોલંકી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો