તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરજમાં રૂકાવટ:માંગરોળના ચંદવાણાના તલાટીમંત્રીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપનારા બે શખ્સો સામે ફરિયાદ

જૂનાગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિધવા સહાયના કામ માટે બંને શખ્સોએ તલાટી સાથે ડખ્ખો કર્યો

'તું અહીં કેમ નોકરી કરી લે છો તારા ટાંટીયા ભાંગી નાખવાનું કહી' માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના બે શખ્સોએ આજે બપોરે વિધવા સહાયના કામ માટે ગામના તલાટી મંત્રીને ઓક્સિમાં આવીને ગાળો આપીને ધમકી આપી હતી. જે અંગે તલાટી મંત્રીએ બન્ને શખ્સો સામે ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસર માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે ગઈકાલે બપોરે ગ્રામ પંચાયત કચેરી ખાતે કોરોના વેક્સિન માટે આશાવર્કર બહેનો અને ગામના લોકો એકત્ર થયા હતા. ત્યારે એક તરફ કોરોના વેક્સિનનો કાર્યક્રમ ચાલતો હતો, ત્યારે ગામના તલાટી મંત્રી દિનેશભાઈ ભીમજીભાઈ ચાંડેરા ઓફીસમાં લગ્ન નોંધણીની કામગીરી કરી રહ્યા હતા.

તે સમયે ગામના રામ અરજણ કરગઠીયા અને ગોવિંદ ઉર્ફ રઘો અરજણ કરગઠીયા નામના બે ભાઈઓએ આવીને તલાટી મંત્રી સાથે તેમના માતાના વિધવા સહાયના કામ બાબતે ઝગડો કરવા લાગેલ અને બાદમાં બન્નેએ ઉશ્કેરાઈને તલાટી મંત્રીને ગાળો આપીને તું ચંદવાણા ગામમાં કેમ નોકરી કરી લે છો તારા ટાંટિયા ભાંગી નાખવા છે તેમ કહી ગામમાં નહી રહેવા દે તેવી ધમકીઓ આપીને જ ફરજમાં રુકાવટ કરી હતી. જેથી તલાટી મંત્રી દિનેશ ચાંડેરાએ બન્ને શખ્સો સામે ફરીયાદ આપતા પોલીસે ફરજમાં રૂકાવટની આઈ.પી.સી. કલમ 186, 294 (ખ), 506(1) અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો