માનસીક ત્રાસ:તું અભણ છે કહી પરિણીતાને આપી ગાળો ભાંડી મારકુટ કરી; 4 સામે ફરિયાદ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જૂનાગઢ શહેરમાં પરિણીતાને ત્રાસ આપી ગાળો ભાંડી મારકુટ કરતાં સાસરિયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં રહેતાં હંસાબેન મહેતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,હંસાબેનના લગ્નના થોડા સમય બાદ જ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને કહેતાં હતા કે તું અભણ છો અભણને ક્યાં લઈ આવ્યાં તેમ કહી મેણાટોણા મારતાં હતા.તેમજ જેઠ પાસે જ તમામ વહીવટ હોય તે હંસાબેનને એક પણ રૂપિયો આપતાં ન હતા.

તેમજ સાસરિયાઓ પ્રકાશને હંસાબેન વિરૂદ્ધ ચડામણી કરતા હોય જેથી પ્રકાશે શારીરિક-માનસીક દુઃખત્રાસ આપ્યો હતો.અને ગાળો ભાંડી મારકુટ કરી હતી. આ બનાવમાં હંસાબેને પતિ પ્રકાશ ચુનીભાઈ મહેતાં, જેઠ હિતેશ, સંગીતાબેન, હર્ષાબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ આઈ ટી.એમ મહેતા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...