વિશ્વાસઘાત:જૂનાગઢમાં સાથે નોકરી કરતી મહિલાને 'હું તને પત્નીની જેમ સાચવીશ' તેમ કહી 9 વર્ષ સુધી સંબંધ રાખ્યા બાદ તરછોડી દેતાં શખ્સ સામે ફરિયાદ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં મકાન લઈ તારી સાથે રહીશ તેવું વચન આપ્યા બાદ ત્રણ દીકરીના પિતાએ વિશ્વાસઘાત કર્યો

જૂનાગઢમાં ત્રણ દીકરીના પિતાએ તેની સાથે નોકરી કરતી એક મહિલાને પ્રેમજાળમાં ફસાવીને પત્નીની માફક સાચવી લેવાનું મૌખિક વચન આપીને સહમતીથી શરીર સંબંધ બાંધયો હતો. નવ વર્ષ સુધી સંબંધ રાખ્યા બાદ મકાન લઈ સાથે રહેવાની વાતને લઈ આપેલું વચન તોડી તરછોડી દઈ વિશ્વાસઘાત કર્યાની મહિલાએ પરિણીત શખ્સ સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૂળ જામનગરના વિપ્ર પરિવારની 37 વર્ષીય મહિલાના 2007માં પ્રેમલગ્ન થયેલા હતા. લગ્નના સાત માસ બાદ પછી બંન્ને વચ્ચે મનમેળ ન થતા બાદમાં બંનેએ છુટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ આ મહિલા જૂનાગઢના અંબિકા ચોકમાં ભાડે મકાન રાખીને એકલી રહેતી હતી. સન 2012માં જૂનાગઢના તળાવ દરવાજા પાસે આવેલી બ્લુ સ્ટાર ડેનમાં નોકરીએ લાગી હતી. ત્યારે તેની સાથે નોકરી કરતા વિપુલ મનસુખ ધિનોજા નામના શખ્સ સાથે ઓળખાણ થતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

વિપુલે મહિલાને હું તને પત્નીની જેમ સાચવીશ અને તને જૂનાગઢમાં મકાન લઈ તારી સાથે પણ રહીશ તેવો વિશ્વાસ આપીને અવાર નવાર મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં મહિલાએ મકાન લઈ સાથે રહેવાની વાત કરતા વિપુલે મહિલાના ફોન ઉપાડવાનું અને વાત કરવાનું બંધ કરી દીધું હતું. જેથી મહિલાને પોતાની સાથે વિશ્વાસઘાત થયાનો અહેસાસ થતા વિપુલ ધિનોજા સામે ફરીયાદ કરતા બી ડીવીઝન પોલીસે આઇપીસી કલમ 406 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...