મારી નાંખવાંનો ઇરાદો:કેશોદના અજાબમાં યુવાન પર પાઇપ ઝીંકયો,ધમકી, ઝગડામાં વચ્ચે પડનાર પર પણ હુમલો,9 સામે ફરિયાદ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેશોદ પંથકના અજાબ ગામે મારામારીનો બનાવ બન્યો હતો.અને પોલીસ ફરિયાદ દાખલ થતા તપાસ હાથ ધરવામાં આવી હતી.રમેશભાઈ કરશનભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,રમેશનો કાકાનો પુત્ર શશીક ઉર્ફે લાલી દાનાભાઈ મકવાણા નામનો શખ્સ એક પરિણીતાને ભગાડી ગયો હોય જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓ રમેશના ઘરે પહોંચ્યા હતા અને માનસીંગ ઉર્ફે ટીનો પીઠાભાઈ ચાવડાએ છરી ધારણ કરી અને ચંદુ ખોડાભાઈ ચાવડાએ લાકડી તેમજ શેલેષ પુંજાભાઈ ચાવડાએ પાઇપ ધારણ કરી રમેશને મારી નાંખવાંના ઇરાદે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

ચંદુએ લાકડી વડે હુમલો કર્યો હતો.જ્યારે માનસીંગ છરી લઈ મારવા જતા રમેશ નીચે નમી જતા પડી ગયેલ. જ્યારે વનરાજ પીઠાભાઈ ચાવડા,અલ્પેશ પીઠાભાઈ ચાવડા,ચીમન ખોડાભાઈ ચાવડા,નરશી ખોડાભાઈ ચાવડા,રણજીત પુંજાભાઈ ચાવડા અને રાજેશ ચંદુભાઈ ચાવડાએ રમેશને ઢીકાપાટુનો માર માર્યો હતો.

આ ઝગડામાં રમેશના માતા અને પુત્રી વચ્ચે પડતાં આ શખ્સોમાંથી કોઈએ લાકડીથી કંચનબેન અને મિતને ઈજા પહોંચાડી હતી.તેમજ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી હતી.પરિણીતાને ભગાડવામાં રમેશનો હાથ હોવાનું કહી હુમલો કર્યો હોવાનું ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...