તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માળિયા હાટીના તાલુકામાં ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડીસ્ટંસના ભંગનો મામલો, તાલુકા ભાજપ મહામંત્રી સહિત 6 સામે ફરિયાદ

જૂનાગઢ7 દિવસ પહેલા
કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવતા જૂનાગઢના સાંસદ
  • કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં ભેળવવાનો કાર્યક્રમ કરેલો હોવાથી ગુનો નોંધાયો

જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકા ભાજપના મહામંત્રી સહીત છ શખ્સો સામે પોલીસે કોરોના મહામારીમાં 100 જેટલા કાર્યકરોને એકત્ર કરીને સોશિયલ ડીસ્ટન્સ ભંગ અને માસ્ક વગર ફરવા મામલે ગુનો દાખલ કર્યો છે. આ કાર્યક્રમના વિડીયો ફોટા સોશીયલ મિડીયામાં વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.

આ અંગે જાણવા મળેલ વિગતો મુજબ જિલ્લાના માળિયા હાટીનામાં પટેલ સમાજ ખાતે પરવાનગી વગર કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં ભેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેની જાણ પોલીસને વાયરલ વિડીયો મારફ્ત થતા માળિયા પોલીસે જાતે ફરીયાદી બનીને આ કાર્યક્રમ મામલે આયોજક માળિયા તાલુકા ભાજપના મહામંત્રી અનિરુધ્ધ ડોડીયા, સમાજની વાડીના સંચાલક રાજેશ ભાલોડીયા, તેમજ માસ્ક વગર દેખાતા કિશોરભારથી મોહનભારથી, માલદે રાજા આંબલીયા, વિક્રમ સાદુર સિસોદિયા, કમલેશ સુખદેવ ગૌસ્વામી સામે જાહેરનામાં ભંગબદલ ગુન્હો દાખલ કર્યો છે.

કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવી અાવકારતા ભાજપના અાગેવાનો
કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવી અાવકારતા ભાજપના અાગેવાનો

અત્રે નોંધનીય છે કે, દેશ અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર આવવા પાછળ રાજકીય સભાઓ અને ગતિવિધિ જવાબદાર હોવાની લોકોમાં વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે. લોકોમાં રાજકીય નેતાઓ અને પક્ષો સામે ભારે નારાજગી જોવા મળે છે. તેમ છતાં રાજકીય પક્ષોને લોકોની ભાવનાની કોઈ પરવાહ ન હોય તેમ ફરી સત્તાધારી પક્ષ ભાજપના કાર્યકર્તાઓએ એક કાર્યક્રમ યોજી પોતાની જ સરકારની ગાઈડલાઇન્સના ધજાગરા ઉડાડતા હોય તેમ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમના ધજાગરા ઉડાડયા હતા. આ કાર્યક્રમમાં ભાજપના સાંસદ સહિતના દિગજજ નેતાઓ સામેલ હોવાથી લોકોમાં ટીકાપાત્ર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...