ફરિયાદ:જેતલવડના યુવાનને આપઘાત માટે મજબૂર કરનાર 5 સામે ફરિયાદ

જુનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસાવદરનાં જેતલવડ ગામે યુવાનને મરવા મજબુર કરતા પાંચ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ વિસાવદર તાલુકાનાં જેતલવડ ગામે રહેતા નિલેશભાઈ હરિભાઈ રીબડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ નિલેશભાઈના સગાના નાનાભાઈ અતુલભાઈ નાથાભાઈ રીબડીયા (ઉ.વ.26)ને નિલેશભાઈનાં મોટા બાપુજી નાથાભાઈએ દત્તક લીધેલ હોય અતુલે વર્ષ 2020માં યોજાયેલ તાલુકા પંચાયતની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીને સપોટ કર્યો .

જેનાથી નારાજ થઈ જે બાબતનું મનદુ:ખ રાખી જીતેન્દ્ર નાથાભાઈ મહેતા, અરવિંદ ઉર્ફે નાનાભાઈ નાથાભાઈ મહેતા, નાથાભાઈ હરજીવનભાઈ મહેતા, ક્ષીરજ ઉર્ફે સીરયો જીતેન્દ્રભાઈ મહેતા, વૈદિક ઉર્ફે વૈદુ અરવિંદભાઈ મહેતાએ એક બીજાની મદદગારીથી નિલેશભાઈનાં ભાઈ અતુલભાઈને અવાર નવાર ખોટા કેસમાં ફીટ કરી દેવા તેમજ જાનથી મારી નાંખવાની ધમકીઓથી માનસિક દુ:ખ ત્રાસ આપતા હોય અને મરવા મજબુર કરતા ગત 27 ફેબ્રુઆરીનાં રોજ અતુલે ગળેફાંસો ખાઈ મોતને વહાલુ કરી લેતા આ પાંચેય શખ્સ વિરૂદ્ધ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...