કાર્યવાહી:વંથલીમાં ગાળો બોલવાની ના પાડતા લાકડી વડે હુમલો, મૂંઢ ઈજાઓ પહોંચતા 4 વ્યક્તિ સામે ફરિયાદ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વંથલીમાં ગાળો બોલવાની ના પાડતા વધુ ગાળો ભાંડી લાકડીનો એક ઘા માથાના ભાગે ઝીંકી દીધો હતો. જેથી ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે.

આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ વંથલીમાં રહેતા સાગરભાઈ રમેશભાઈ વાણવીને શિવ કીરીટભાઈ ગાળો આપતા હોય જેથી સાગરભાઈએ ગાળો બોલવાની ના પાડતા શિવ ઉશ્કેરાઈ ગયોહતો અને સાગરને વધુ ગાળો ભાંડવા લાગ્યો હતો. અને કિરીટભાઈએ સાગરને લાકડીનો એક ઘા માથાના ભાગે મારી મુંઢ ઈજા કરી હતી. તેમજ કિરીટ અને સાજણબેને સાગરને ગાળો ભાંડી હતી. જેથી સાગરભાઈએ વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...