તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટાચાર:મનપાના અધિકારી, કર્મચારીઓ સામે પણ લાંચ મુદ્દે ફરિયાદ નોંધો

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભંગારના વાહનો, ડસ્ટિબિન ખરીદી, પ્રમોશનમાં ભ્રષ્ટાચાર થયો તો

જૂનાગઢ મનપાના અધિકારી અને કર્મીઓ સામે પણ લાંચ રૂશ્વત વિરોધી કાયદાની કલમ હેઠળ ફરિયાદ નોંધવા માંગ કરાઇ છે. આ અંગે તુષાર સોજીત્રાએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના જૂનાગઢના નાયબ નિયામક અને પીઆઇને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, 2009ની બેચના આઇએએસ વી. જે. રાજપુત જૂનાગઢ મનપાના કમિશ્નર તરીકેની ફરજ બજાવતા હતા. તેના ફરજકાળ દરમિયાન નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશનના ટેન્ડરમાં, ડસ્ટબિનની ખરીદીમાં, વૃક્ષારોપણી કામગીરીમાં, ઢોર પકડની કામગીરીમાં, વાહનોની હરરાજીમાં તેમજ મનપાના કર્મીઓને પ્રમોશન આપવામાં ભ્રષ્ટાચાર કરાયો હતો. આ મામલે નિવૃત્ત આઇએએસ એસ.એમ. બુખારી દ્વારા તપાસ થતા તેમના રિપોર્ટના આધારે તત્કાલીન કમિશ્નર વી.જે. રાજપુતને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જોકે, કોઇ એક વ્યક્તિ દ્વારા આટલો ભ્રષ્ટાચાર ન થઇ શકે તેમાં મનપાની વિવિધ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓની પણ ભૂમિકા હોઇ શકે. ત્યારે મનપાના વિવિધ શાખાના અધિકારી,કર્મચારી સામે પણ લાંચ રૂશ્વત વિરોધી કાયદાની કલમો મુજબ ગુનો નોંધવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...