તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મોદીને કાઢવા માંગતા લોકોનો ખેડૂત આંદોલન પાછળ દોરી સંચાર

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્તમાન નેતાઓની નૈતિકતાનું અધ:પતન થયું છે

જૂનાગઢના ગિરનાર પર્વતના 5,000 પગથિયા પર બિરાજમાન માં અંબાના દર્શન કરવા દંતાલી આશ્રમના મહંત સ્વામિ સચ્ચિદાનંદ આવ્યા હતા. તેમણે દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ પોતાના જૂના સંસ્મરણોને વાગોળ્યા હતા. 23 વર્ષની ઉંમરે જૂનાગઢ આવેલા અને પગથિયા ચડીને ગિરનાર પહોંચ્યા હતા તેમજ હવે 90 વર્ષની ઉંમરે આવી રોપવેમાં બેસી માંના દર્શન કર્યા હોવાનું જણાવ્યું હતું. સાથોસાથ જણાવ્યું હતું કે, જૂનાગઢ તિર્થભૂમિ છે, સિંહો, યોગીઓ, સંતો, મહંતોની ભૂમિ છે જેના દર્શન કરવા એ જીવનનો લ્હાવો છે.

ત્યારના નેતા દેશ અને દેશની પ્રજા માટે કામ કરતા હતા. જ્યારે આજના નેતાનું એટલું નૈતિક અધ:પતન થયું છે કે તેની વાત જ કરવા જેવી નથી. જ્યારે કિસાન આંદોલન અંગે જણાવ્યું હતું કે, કિસાનના નામે ખોટું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોના વિરોધના નામે નરેન્દ્ર મોદી સરકારને બદનામ કરવાનું કાવત્રું છે અને મોદીને કાઢવા માંગતા લોકોનો ખેડૂત આંદોલન પાછળ દોરી સંચાર છે. ત્યારે ખેડૂત આંદોલનને અયોગ્ય અને દુ:ખદ ગણાવી આંદોલન સત્વરે પૂર્ણ થાય તેવી અપેક્ષા સ્વામિ સચ્ચિદાનંદે વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો