શિક્ષણ:સોમવારથી નરસિંહ મહેતા યુનિવર્સિટીની ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 22 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે, 2 સેશનમાં 5,677 વિદ્યાર્થી પરીક્ષા આપશે

જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તારીખ 9 મે સોમવારથી ત્રીજા તબક્કાની પરીક્ષાતો પ્રારંભ થશે.આ અંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો. ચેતનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, વિવિધ 22 કેન્દ્રો ઉપર ત્રીજા તબક્કાના ભાગરૂપે અનુસ્નાતક કક્ષા, બી.એડ. તથા એલએલ.બી. સેમેસ્ટર - 4 રેગ્યુલર પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.

એમ.એ., એમ.એ.(હોમ સાયન્સ), એમ.કોમ., એમ.એસસી.,એમ.એસસી.(હોમ સાયન્સ), એમ.એસ.ડબલ્યુ., એમ.આર.એસ., એલએલ.બી., એલએલ.એમ., બી.એડ.,એમ.એડ., એમ.એ.(એક્ષટર્નલ) તથા એમ.કોમ. (એક્ષટર્નલ) ની સેમેસ્ટર - 4 ની પરીક્ષા કુલ 5,677 વિદ્યાર્થીઓ આપશે. કોરોના મહામારીને સંદર્ભે સરકાર દ્વારા ક્રમશ: નિયમોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યારે સરકારની વર્તમાન ગાઈડલાઈન્સ મુજબ તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષાઓ લેવામાં આવશે.

યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ.) ચેતનભાઈ ત્રિવેદીએ વધુુમાં જણાવ્યું હતું કે અઢીકલાકનું એક એવા બે સેશનમાં દિવસ દરમ્યાન પરીક્ષાઓ લેવામાં આવશે. પરીક્ષા શુદ્ધિકરણના ભાગરૂપે વિવિધ કેન્દ્રો ઉપર ફ્લાઈંગ સ્કવોડ, અનુભવી પ્રાધ્યાપકોની સ્કવોડ દ્વારા તથા યુનિવર્સિટી ખાતેથી સી.સી.ટી.વી. મોનીટરીંગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...