તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:આજથી વેરાવળ-મુંબઈ વચ્ચે સીધી ટ્રેન સેવાનો પ્રારંભ, સોરઠવાસીઓનો આવકાર

વેરાવળ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ દિવસે વેરાવળથી 102 મુસાફરો રવાના થયા
 • સોમનાથ આવવા માગતા યાત્રિકોને સુવિધા મળશે

કોરોના કારણે અગીયાર મહિનથી સોમનાથ (વેરાવળ)થી રેલ વ્યવહાર બંધ રહ્યા બાદ આજથી વેરાવળ - બાંદ્રા (મુંબઇ) ટ્રેનનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે વેરાવળથી 100 થી વઘુ યાત્રીકો રીર્ઝવેશન સાથે મુસાફરી કરવા બેસેલ હતા. આજથી ટ્રેન સુવિઘા શરૂ થતા સોમનાથ આવવા માંગતા યાત્રીકોને રાહત સાથે સુવિઘા મળશે.

રેલ વિભાગએ આજથી વેરાવળ - બાંદ્રા (મુંબઇ) સીઘી ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશનથી દરરોજ બપોરે 11:50 વાગ્‍યે ઉપડી બીજા દિવસે સવારે 5:40 કલાકે બ્રાંદ્રા પહોંચશે. જયારે દરરોજ બ્રાંદ્રાથી બપોરે 1:40 વાગ્‍યે ઉપડી બીજા દિવસે સવારે 7:20 કલાકે વેરાવળ પહોંચશે. આમ, વેરાવળ (સોમનાથ) સાથે સોરઠને પ્રથમ વખત મુંબઇને જોડતી સીઘી ટ્રેન સેવાનો લાભ મળયો હોય જેને સોરઠવાસીઓ હરખભેર આવકારી રહયા છે.

વેરાવળ રેલ્વે સ્ટેશનથી આજે સ્ટેશન માસ્તર એ.આર.ત્રીવેદી, સુપ્રી. એમ.બી.ખાન સહીતનાની ઉપસ્થિતીમાં ટ્રેનનો પ્રારંભ થયેલ હતો. આ ટ્રેન 24 ડબ્‍બાની છે. જેમાં સેકન્‍ડ એસીના 1, થર્ડ એસીના 5, જનરલ સીટીંગના 5, સ્લીપર કલાસના 12 તથા એસ.એલ.આર. પાર્સલ વાનના બે ડબ્બાનો સમાવેશ કરાયો છે. આજે પ્રથમ દિને 102 યાત્રીકોએ રીર્ઝવેશન કરી યાત્રાનો પ્રારંભ કરેલ હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો