આયોજન:ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં ચાતુર્માસનો પ્રારંભ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૈન સમાજના 500થી વધુ આરાધકો તપ,ત્યાગ સાથે ભક્તિ કરશે

ગિરનાર તિર્થક્ષેત્રમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં ચાતુર્માસનો પ્રારંભ થયો છે. આ તકે જૈન સમાજના 500થી વધુ આરાધકો હેમવલ્લભસૂરિજી મહારાજ અને પદ્મદર્શનવિજયજી મહારાજના માર્ગદર્શનમાં ચાતુર્માસ પ્રસંગે તપ અને ત્યાગ સાથે ભક્તિ કરશે. આ તકે વિરતિ ધર્મના વધામણાં વિષય પર પદ્મદર્શન વિજયજી મહારાજનું પ્રવચન યોજાયું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચાતુર્માસ તપ,ત્યાગ, ભક્તિ, આધ્યાત્મ અને સાધનાનું પર્વ છે. વર્ષા દરમિયાન જીવજંતુ વધી જાય છે જેના કારણે હિંસાનો હુતાસન સળગી ઉઠે છે.

ત્યારે જીવદયા જૈન શાસનની કુળદેવી હોય માટે જીવોની દયા માટે એકજ જગ્યાએ રહેવું જોઇએ. ભગવાન શ્રીકૃષ્ણ અને વાસુદેવ પણ જીવદયાના પાલન માટે વર્ષાકાળ દરમિયાન ચાર મહિના બહાર ન જતા દ્વારિકામાં જ રહેતા હતા. કુમારપાળ મહારાજ પણ બહાર જતા ન હતા અને આ સમયે આરાધના કરતા હતા. જૂનાગઢમાં સેંકડો આરાધકો 50 દિવસના આયંબિલ તપના યજ્ઞમાં અને 8 વર્ષમાં 500 આયંબિલના યજ્ઞમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...