સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીની સમીક્ષા:જિલ્લામાં જળસંચયના કામો વેગવાન બનાવવા કલેકટરનો આદેશ

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમૃત સરોવર, સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીની સમીક્ષા કરાઈ

જૂનાગઢ જિલ્લામાં જળસંચયના કામોને વેગવાન બનાવવા માટે જિલ્લા કલેક્ટર રચિત રાજે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. કલેકટર કચેરી ખાતે અમૃત સરોવર અને સુજલામ સુફલામ જળ અભિયાનની સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, નિવાસી અધિક કલેક્ટર એલ.બી. બાંભણીયા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક પી.જી. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર રચિત રાજે નિર્ધારિત થયેલા જળસંચયન કામો વહેલી તકે પૂર્ણ કરવા માટે કામ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. તેમજ આ કામોનો લાભ ખેડૂતોને મળી રહે તેની તકેદારી લેવા માટે સૂચના આપી હતી. આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે જિલ્લામાં આવેલા તળાવને અમૃત સરોવર તરીકે વિકસાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અને તમામ સ્થળો લોકોને રજાના સમયમાં ફરવા માટે બની રહે તે માટે સૌંદર્યકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...