તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસના આદેશ:વેરાવળ રેયોન કંપનીના કથીત ગેસ ગળતર મામલે જીપીસીબીને તપાસ કરી રીપોર્ટ કરવા કલેકટરનો આદેશ

વેરાવળ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોના રોષ બાદ સફાળા જાગેલા તંત્રએ તપાસના આદેશ છોડયા
  • જીપીસીબીના રીપોર્ટ બાદ કંપની સામે કાર્યવાહીનો કલેક્ટરએ નિર્દેશ આપ્‍યો

વેરાવળમાં રેયોન કંપનીમાંથી ગેસ ગળતરના મામલે સ્થાનિક લોકોની વ્‍યાપક ફરીયાદ બાદ સફાળા જાગેલા તંત્રએ તપાસના આદેશ કર્યા છે. જિલ્લા કલેકટરએ જીપીસીબીના અઘિકારીઓને તપાસ કરી રીપોર્ટ આપવા આદેશ કર્યો છે. આ રીપોર્ટ આવ્‍યા બાદ રેયોન કંપની સામે કાર્યવાહી કરવાનો કલેકટરએ નિર્દેશ આપ્‍યો છે.

મેગળવારની રાત્રે વેરાવળ રેયોન કંપનીના પ્‍લાન્‍ટ આસપાસની ખારવા સોસાયટી, પી.એન્ડ ટી કોલોની, મફતિયાપરા સહિતના વિસ્તારમાં રહેતા લોકોમાં શ્વાસ રૂંધાવો, ગળામાં બળતરા સહિતની તકલીફો થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ અંગે સ્થાનિક લોકોનો આક્ષેપ હતો કે, નજીકમાં આવેલ ઇન્ડીયન રેયોન કંપનીમાંથી ગેસ લીકેજના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પ્રકારની મુશ્કેલી વારંવાર સર્જાતી હોવાથી મંગળવારે રાત્રીના જ રોષે ભરાયેલા સ્થાનિક લોકો જિલ્લા કલેક્ટરના નિવાસ સ્થાને રેયોન કંપનીના પ્રદુષણની ફરીયાદ કરવા દોડી ગયા હતા. આ મામલે લોકોનો રોષ જોઇ એકશનમાં આવેલા તંત્રએ તપાસના આદેશો કર્યા છે.

જિલ્લા કલેકટર અજયપ્રકાશ
જિલ્લા કલેકટર અજયપ્રકાશ

જે અંગે જિલ્લા કલેકટર અજયપ્રકાશએ એક વાતચીતમાં જણાવ્યું કે, રેયોન કંપનીમાંથી કોઇ ગેસ છોડ્યાની લોકો દ્રારા ફરીયાદ મળી હતી. જેને લઇ રાત્રીના તુરંત જ ટેલીફોનિક જાણ કરી કંપનીને ગેસ છોડવાની પ્રક્રીયા રોકી દેવા આદેશ કરી દેવામાં આવ્યો હતો. જયાં સુઘી તપાસ ન થઇ જાય ત્‍યાં સુઘી કંપની આવો કોઇ ગેસ ન છોડે તેવી કડક સૂચના આપવામાં આવી છે. આ ગેસ ગળતર અંગે જીપીસીબીને તપાસ કરી રીપોર્ટ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેનો રીપોર્ટ આવ્‍યા બાદ કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, રેયોન કંપની ઘણા સમયથી ગેસ છોડી અને અવાજ પ્રદુષણ ફેલાવી રહી હોવાનો સ્થાનિકો વારંવાર આક્ષેપ કરી રહ્યા છે. ત્‍યારે કલેકટરના આદેશ બાદ જીપીસીબી કેવી તપાસ કરે છે અને તે તપાસમાં શું બહાર આવે છે તે જોવું મહત્‍વનું રહેશે. પ્રદુષણ ફેલાવવા મામલે જીપીસીબી સ્થાનિક લોકોને મળી તેઓની ફરીયાદ સાંભળી તટસ્‍થ તપાસ કરે તેવી સ્થાનિકોમાંથી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો