કાર્યક્રમ:સિવીલમાં ઠંડા પાણીનું પરબ બનાવ્યું, દર્દીને શુદ્ધ અને ઠંડું પાણી મળી રહેશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢની સત્યમ સેવા યુવક મંડળનો વધુ એક સેવાયજ્ઞ
  • સવાર અને બપોરે ચા તેમજ આકસ્મિક મૃત્યુમાં કફન પણ ફ્રિ અપાશે

જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં આવતા દર્દી અને તેમના સગા સબંધીઓને હવે ફ્રિમાં શુદ્ધ અને ઠંડું પાણી મળશે. જ્યારે સવારે અને બપોરે ચા તેમજ આકસ્મિક મૃત્યુના કિસ્સામાં ફ્રિમાં કફન પણ મળશે. આ અંગે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજાએ જણાવ્યું હતું કે, દાતા દામજીભાઇ બેચરભાઇ પરમાર તરફથી સિવીલ હોસ્પિટલમાં 61,000ના ખર્ચે પાણીનું પરબ બનાવાયું છે.

આ પરબને સિવીલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમાર, મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય ભીખાભાઇ જોષીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હવે સિવીલમાં દાખલ દર્દી તેમજ તેમના સગા સબંધીઓને ફ્રિમાં શુદ્ધ અને ઠંડું પાણી મળશે. સાથે સવારે અને બપોરે ચા તેમજ આકસ્મિક મૃત્યુમાં કફન પણ ફ્રિમાં અપાશે. આ તકે ભાવનાબેન પોશીયા, બટુકબાપુ, નિર્મળાબેન ડોબરીયા, પુષ્પાબેન પરમાર, નાગભાઇ વાળા, અમિતભાઇ પટેલ,મોહનભાઇ પરમાર વગેરેની ઉપસ્થિતી રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદ મારડીયા, કમલેશ પંડયા, અલ્પેશ પરમાર, મનિષ લોઢીયા,પ્રવિણ જોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...