તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરતીપુત્રોની ચિંતામાં વધારો:સવારે ઠંડી અને બપોરે ગરમી, કેશોદ પંથકમાં શિયાળુ પાક નિષ્ફળ જઈ શકે

માણેકવાડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાલ યોગ્ય વાતાવરણ ન હોય ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો

હાલ શિયાળાની સિઝનમાં પણ લોકોને કડકડતી ઠંડીનો બપોરના સમયે અહેસાસ થતો નથી. આ ઉપરાંત રવિ પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ વર્ષે અવિરત અને ભારે વરસાદથી ચોમાસુ પાકને ભારે નુકસાન થતા ખેડૂતોને આર્થિક ફટકો પડયો હતો. બાદમાં રવિ પાકમાં ઘઉં, ચણા, ધાણા, જીરૂનું વાવેતર કર્યું હતું.

બાદમાં યોગ્ય વાતાવરણ જોવા મળતું નથી સવાર અને સાંજના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યોં છે. જ્યારે બપોરના સમયે ગરમી પડી રહી છે જેથી આ પાકોમાં નરવાઈ જોવા મળતી નથી.જો આગામી દિવસોમાં ઠંડી નહીં પડે તો આ પાકના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. દરમિયાન આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો ઠંડી પડે તો પાકમાં રોગ આવવાની શક્યતા ઓછી રહેશે જેથી દવા છટકાવ પણ ન કરવો પડે અને ખર્ચ પણ કરવો પડતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો