આયોજન:સહકારી મંડળીની સ્પર્ધા, જૂનાગઢ એસટી સહકારી મંડળી બીજા ક્રમે

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદ દ્વારા આયોજન કરાયું હતું
  • મંડળી 1,500 સભ્યો,1 કરોડનું ભંડોળ, 4.50 કરોડનું ધિરાણ ધરાવે છે

ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદ દ્વારા ગુજરાતની તમામ મંડળીઓના પગારદાર કર્મચારીઓની કામગીરી બાબતે હરિફાઇ રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં જૂનાગઢ, ગિરસોમનાથ અને પોરબંદર એમ 3 જિલ્લામાં જૂનાગઢની એસટી સહકારી મંડળીનો બીજો નંબર આવ્યો છે. આ અંગે એસટી કર્મચારી મંડળ, જૂનાગઢ વિભાગના મહામંત્રી દિલીપભાઇ રવિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ જૂનાગઢ વિભાગ 9 ડેપો તેમજ વિભાગીય કચેરી અને વિભાગીય યાંત્રાલય મળી કુલ 11 યુનિટના અંદાજીત 1,500થી વધુ સભાસદો ધરાવે છે.

જ્યારે 1 કરોડથી વધુનું શેર ભંડોળ અને 4.50 કરોડથી વધુનું ધિરાણ ધરાવતી જૂનાગઢ એસટી કર્મચારી મંડળી એગ્રેડમાં ચાલતી સહકારી મંડળી છે. મંડળીઓની સ્પર્ધામાં જૂનાગઢ એસટી કર્મચારી મંડળે બીજો નંબર મેળવતા એસટી કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. આ સફળતા પ્રાપ્ત કરવા વિભાગના તમામ કર્મી, મંડળીના મેનેજર, સ્ટાફ અને બોર્ડ ઓફ ડિરેકટરે ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...