આત્મનિર્ભર યોજના:જૂનાગઢની સહકારી બેન્ક દ્વારા 400 વેપારીને 4 કરોડની આત્મનિર્ભર યોજનાની લોન અપાઇ

જુનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આત્મનિર્ભર યોજના હેઠળ નાના માણસોની મોટી બેંક આ સૂત્રને ચરિતાર્થ કરતી રાજકોટ નાગરિક સહકારી બેંક જૂનાગઢ શાખા દ્વારા નાના એવા 400 વેપારી અને અન્ય લાભાર્થીઓને અત્યાર સુધીમાં 4 કરોડથી વધારેની રકમનું ચૂકવણું કરેલ છે. આ પ્રસંગે જૂનાગઢ કલેકટર પારઘી સાહેબના હસ્તે પ્રતીકરૂપે લાભાર્થીઓને ચેક આપવામાં આવેલ છે.

રાજકોટ નાગરિક સહકારી બેન્કના પરિવારના વડીલ પ્રદીપભાઇ ખીમાણીએ હાજરી આપી અને આશીર્વચન પાઠવેલ. આ પ્રસંગે પ્રભારી ડિરેક્ટર કાર્તિકેય પારેખ હાજર રહેલા અને તેમણે એવું જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 14600 જેટલી અરજીઓ અને રૂ.142 કરોડનો આત્મનિર્ભર-1 યોજના હેઠળ તથા 1020 અરજીઓ અને રૂપિયા 26 કરોડ જેવી રકમ આત્મનિર્ભર યોજના હેઠળ ચૂકવવામાં આવેલી છે. આ તમામ રકમ ડિજિટલ ઇન્ડિયા હસ્તગત લાભાર્થીઓના ખાતામાં સીધી જમા થઈ રહી છે જેમાં છ મહિનાનો moratorium period સાથે ફરીથી વેપાર ધંધો થાય એટલે હપ્તા ભરવાના થશે. રાજ્ય સરકાર તરફથી આત્મનિર્ભર 1 માં 6% વ્યાજ સબસીડી તથા આત્મનિર્ભર 2માં 4 % વ્યાજ સબસીડી છે આ તમામ યોજનાઓની માહિતી આપેલી હતી.

અન્ય સમાચારો પણ છે...