પોલીટિકલ:CM આજે જૂનાગઢમાં, ભાજપના સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેશે

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીએમ બન્યા બાદ જૂનાગઢની પ્રથમ મુલાકાત
  • બાઇક રેલી સાથે અદકેરૂં સ્વાગત, સાધુ સંતો સાથે કરશે બેઠક

મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્રભાઇ પટેલ પ્રથમ વખત જૂનાગઢમાં આવનાર હોય તેના ભવ્ય સ્વાગત માટેની તડામાર તૈયારી કરાઇ છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્માએ જણાવ્યું હતું કે, સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલનો જૂનાગઢમાં 2 કલાકનો કાર્યક્રમ છે.

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના સ્નેહમિલનનો કાર્યક્રમ હોય 15 નવેમ્બરે સીએમ જૂનાગઢના મહેમાન બનશે. હેલીપેડ ખાતે તેમનું આગમન થશે જ્યાં સ્વાગત-સન્માન કરાશે. બાદમાં બાઇક રેલી પણ યોજાશે. જ્યારે બપોરના 2 થી 4 દરમિયાન વંથલી રોડ સ્થિત અક્ષર વાડી ખાતે ભાજપનું સ્નેહ મિલન, સંતો સાથે બેઠક, વિવિધ સંસ્થા દ્વારા સીએમનું સ્વાગત- સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે. સીએમ બન્યા બાદ ભૂપેન્દ્રભાઇ પટેલનું જૂનાગઢમાં પ્રથમ વખત આગમન હોય તેમના ભવ્ય સ્વાગત માટે મહામંત્રી સંજયભાઇ મણવર, ભરતભાઇ શિંગાળા, શૈલેષભાઇ દવે સાથે મહાનગરની ટીમ દ્વારા તડામાર તૈયારી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...