તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:CM રૂપાણી શનિવારે સોમનાથની મુલાકાત લેશે, 16 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે સવારે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પૂજા અર્ચના કરશે

કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે ત્‍યારે દેવાઘિદેવ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા શનિવારની સમી સાંજે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી પઘારી રહયા છે. આ મુલાકાતવેળાએ મુખ્‍યમંત્રી નવનિર્મીત ડીવાયએસપી કચેરી તથા સોમનાથ નગરપાલીકા અને હસ્‍તકના 16 કરોડથી વઘુ રકમના વિકાસકામોનું ઇ-લોકાપર્ણ અને ખાતમુર્હત કરશે.

દેવાઘિદેવ સોમનાથ મહાદેવમાં અનેરી આસ્‍થા ઘરાવતા રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી કોરોનાની બીજી લહેર શાંત પડતા મહાદેવને શીશ ઝુકાવવા તા.26 મીની સાંજે સોમનાથ આવી રહયા છે. તેઓ અહી અનેક વિકાસકામોના ઇ-ખાતમુર્હત અને લોકાપર્ણ કરવાના છે.

કાર્યક્રમ મુજબ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.26 મી સાંજે 5 વાગ્‍યે સોમનાથ પહોંચશે. બાદમાં 5:45 વાગ્‍યે સોમનાથ સાંનિઘ્‍યે રામ મંદિરના ઓડીટોરીયમમાં ઇ-ખાતમુર્હત-લોકાપર્ણના કાર્યક્રમમાં ભાગ લેશે. જેમાં રૂ.5.60 કરોડના ખર્ચે તૈયાર થયેલ સોમનાથ નગર પાલીકાના ફિલ્ટર પ્લાન્ટ અને પોલીસ વિભાગ દ્રારા રૂ.32 લાખના ખર્ચે બનાવાયેલ ડીવાયએસપી કચેરીનું ઇ-લોકાપર્ણ કરશે. જયારે શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્‍યાના ઉકેલ માટે તૈયાર કરાયેલ સ્‍ટ્રોમવોટર ડ્રેનેજ - ફૂટપાથ કે જે રૂ.10.58 કરોડના ખર્ચે બનનાર છે. આ કામનું ઇ-ખાતમુર્હત કરશે.

ત્‍યારબાદ મુખ્‍યમંત્રી જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી સરકારી યોજનાઓની સાથે વાવાઝોડાથી પ્રભાવિત જીલ્‍લાના વિસ્‍તારમાં ચાલી રહેલ રાહત-સહાયની કામગીરીની સમીક્ષા કરશે. બાદમાં સોમનાથ સાંનિઘ્‍યે રાત્રી રોકાણ કરી બીજા એટલે કે તા.27 ને રવિવારે સવારે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પૂજા-અર્ચન કરી બાદમાં ગાંધીનગર જવા રવાના થનાર હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...