તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સોનાપુરી સ્મશાનમાં હવે અગ્નિદાહ માટે કપડાનો સહારો લેવાશે:VHP

જૂનાગઢ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કાર્યકરો ઘરે, દુકાને આવી કપડા લઇ જશે, કાર્યાલય ખાતે પણ સ્વિકારાશે

કોરોના મહામારીના કારણે સ્મશાનમાં લાશોના ઢગલા થાય છે જેના કારણે સૂકા લાકડાની અછત ઉભી થઇ છે જ્યારે લીલા લાકડા સળગતા નથી. પરિણામે મૃતદેહોને સહેલાયથી અગ્નિદાહ આપી શકાય તે માટે હવે કપડાનો સહારો લેવાશે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હિરેનભાઇ રૂપારેલીયાએ જણાવ્યું છે કે, હાલ કોરોના મહામારીના કરાણે જિલ્લામાં મોતની સંખ્યામાં વધારો થયો છે.

પરિણામે શહેરના સોનાપુરી સ્મશાનમાં સુકા લાકડાની અછત ઉભી થઇ છે. જ્યારે લીલા લાકડામાં અગ્નિ પ્રગટતો નથી પરિણામે મૃતદેહની અગ્નિસંસ્કાર વિધીમાં પણ મુશ્કેલી પડે છે. દરમિયાન આ અંગેની જાણ થતા વિહીપ દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે. મૃતદેહના અંતિમ સંસ્કાર થઇ શકે તે માટે જૂના કપડાનો સહારો લેવાશે.

આ માટે શહેરભરમાં લોકોને અપીલ કરવામાં આવે છે કે, જો તમારી પાસે જૂના વધારાના કપડા હોય તો વિહીપના એમજી રોડ સ્થિત વી આર્કેડના બીજા માળે આવેલ કાર્યાલય ખાતે આપી જાય અથવા માત્ર જાણ કરશે તો વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો ઘરે, દુકાને તેમજ દરજીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ત્યાં આવી વધેલા કપડાં(ચિંધી) લઇ જશે. આ કપડાની મદદથી લીલા લાકડા પેટાવી સ્મશાને આવતા મૃતદેહના અગ્નિસંસ્કાર કરી શકાશે. આમ, મનપા સંચાલિત સોનાપુરી સ્મશાનમાં અગ્નિદાહ માટે હવે કપડાનો સહારો લેવાની નોબત આવી હોય મર્યા પછી પણ શાંતિ નથી તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સોનાપુરી સ્મશાનમાં મૃતદેહના અગ્નિ સંસ્કાર માટે ટાયરોનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો