તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોમાસુ:સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં 2 ઇંચ, ગીરગઢડા અને ખાંભામાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડા પંથકમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં
  • રાજકોટના લોધિકા પંથકમાં ધોધમાર વરસાદ
  • જૂનાગઢ, ધારી, સાવરકુંડલામાં ધોધમાર વરસાદ
  • સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક

ગીરગઢડા પંથકમાં ધોધમાર વરસાદથી ધોકડવા ગામે એક કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. દ્રોણ, ખીલાવડ, ફરેડા, જસાધાર સહિતના ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે ધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસતા નાગધ્રાની શેલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નાગધ્રા ગામના બેઠા પુલ પર પૂરના પાણી ફરી વળતા ગામમા જતો રસ્તો બંધ થયો છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં બે ઇંચ વરસાદ નોંધાતા સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. કાનાતળાવ, હાથસણી, નેસડી, ચારખડીયા સહિતના ગામોમાં ધોધમાર વરાસ વરસ્યો છે. ચારખડીયાની ખારી નદી બેકાંઠે વહી રહી છે. તેમજ ચેકડેમો છલકાતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.લોધિકા તાલુકાના વાજડી વડ, વિરડા વાજડી, મેટોડા GIDCમાં વરસાદ વરસી રહ્યો છે. ખાંભામાં બીજો રાઉન્ડ બપોર બાદ શરૂ થયો છે. 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. 

ધારીના નાગધ્રાની શેલ નદીમાં પૂર આવ્યું
ધારીના નાગધ્રાની શેલ નદીમાં પૂર આવ્યું

જૂનાગઢ અને ખાંભા પંથકમાં વરસાદ
આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે જૂનાગઢ અને ખાંભા પંથકમાં વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢમાં 2 દિવસના વિરામ બાદ વરસાદી વાતાવરણ બંધાયું હતું. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા.

ધારી પંથકમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો
ધારી પંથકમાં આજે બપોર બાદ મેઘરાજાની ગાજવીજ સાથે પધરામણી થતાં ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. ધારી શહેરમાં આજે બપોર બાદ ધીમી ધારે વરસાદ પડ્યો હતો અને પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. ધારીના ગીરકાંઠાના ગામોમાં ગોવીંદપુર, દલખાણીયા, ચાચય, પાણીયા સહિતના ગીરકાંઠાના ગામોમાં પણ સારો વરસાદ પડ્યો હતો અને  એક ઇંચ વરસાદ પડ્યો હતો અને નદી નાળામાં પૂર આવ્યા હતા.

ઉનામાં ધોધમાર વરસાદ, લાઠીમાં ધીમી ધારે
ગીરસોમનાથના ઉના તાલુકાના ઉમેજ ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. જ્યારે લાઠીમાં પણ બપોરે વરસાદ શરૂ થયો છે. ઘનઘોર વાદળો છવાયા બાદ વરસાદ શરૂ થયો હતો. ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું

ખાંભામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી
ખાંભા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે વરસાદ શરૂ થયો હતો. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ વરસાદના પગલે રોડ-રસ્તા પરથી પાણી વહેવા લાગ્યા હતા.

બાબરા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદનું આગમન
બાબરા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદનું આગમન થયું છે. સતત વરસતા વરસાદથી જગતનો તાત ખુશ ખશાલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ શહેરના રોડ-રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.

જૂનાગઢમાં ધોધમાર વરસાદથી કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું
જૂનાગઢમાં ધોધમાર વરસાદથી કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું

વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી
છત્રી અને રેઇનકોટ વિના નીકળેલા લોકોએ વરસાદથી બચવા આમતેમ ભાગવું પડયું હતું. જ્યારે કેટલાક લોકોએ વરસાદમાં ભીંજાવાનો આનંદ ઉઠાવ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં રોડ પર પડેલા ગાબડામાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડતાં મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.

ભાવનગરના ઉમરાળામાં ધોધમાર વરસાદ
ભાવનગરના ઉમરાળામાં અને ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ઉમરાળામાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ  વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે. ઉમરાળા પંથકના ધોળા, વાંગધ્રા અને ટીંબી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા હતા અને વરસાદથી પાકને જીવતદાન  મળ્યું હતું.

(સરમન ભજગોતર-જૂનાગઢ, હિરેન્દ્રસિંહ રાઠોડ-ખાંભા, રાજુ બસિયા-બાબરા, જયદેવ વરૂ-અમરેલી, અતુલ મહેતા-જૂનાગઢ, ભરત વ્યાસ-ભાવનગર, અરૂણ વેગડા, ધારી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો