તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ક ઓર્ડર:શહેરના 5 વોકળાની સફાઇ પૂર્ણ, 28 માં કામગીરી ચાલુ

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 33 વોકળાની સફાઇ માટે 9 લાખનો વર્ક ઓર્ડર

જૂનાગઢ શહેરમાં આવેલ 33 વોકળાની સફાઇ કામગીરી માટે 9,00,000નો વર્ક ઓર્ડર અપાયો છે. આમાંથી 5 વોકળાની સફાઇ પૂર્ણ કરાઇ છે જ્યારે 28 વોકળાની સફાઇ 15 જૂન સુધીમાં પૂર્ણ કરવાનો મનપાએ દાવો કર્યો છે.

આ અંગે મળતી વિગત મુજબ ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો ન થાય બલ્કે સત્વરે નિકાલ થાય તે માટે વોકળાની દર વર્ષે સફાઇ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ વોકળા સફાઇની કામગીરી 9,00,000ના ખર્ચે કરવામાં આવી રહી છે. વોર્ડ નંબર 1 થી 15માં કુલ 33 વોકળા આવેલા છે. આમાંથી 5 વોકળાની સફાઇ કામગીરી પૂર્ણ કરાઇ છે. જ્યારે હવે બાકીના28 વોકળાની સફાઇ કરવામાં આવી રહી છે. આ કામગીરી પણ 15 જૂન સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેમ મનપાના અધિકારીઓ દાવો કરી રહ્યા છે. હાલ વોકળા સફાઇ માટે જેસીબી, કેટર પીલર એક્ષકેવેટર એન્ડ ટ્રેકટર વિથ ટ્રોલી જેવા સાધનોને કામે લગાડાયા છે.

અન્ય સમાચારો પણ છે...