તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાંથી ફરિયાદ ઉઠી:અડધા જૂનાગઢમાં 24 કલાક સફાઇ ચાલુ રખાઇ!!

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યાં ઉજવણી થવાની છે ત્યાં રસ્તા ચોખ્ખા ચણાંક
  • શહેરના બાકીના વિસ્તાર ભગવાન ભરોસે

જૂનાગઢમાં આઝાદીકા અમૃત્ત મહોત્સવ અંતર્ગત થઇ રહેલ 75માં સ્વાતંત્રય પર્વની ઉજવણીમાં રાજ્યપાલ અને સીએમ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે શહેરના જે વિસ્તારમાં ઉજવણી થઇ રહી છે ત્યાં ચોવિસ કલાક સફાઇ કરાઇ રહી છે. આ રૂટ પર સફાઇ કર્મીઓને સતત હાજર રખાયા છે જે વાળવાનું ચાલુ જ રાખી રસ્તાને ચોખ્ખા ચણાંક બનાવી દે છે.

મતલબ, જરાપણ કચરો ન રહે તેની ખાસ કાળજી રખાઇ રહી છે. જ્યારે બીજી તરફ શહેરના અનેક વિસ્તારો ભગવાન ભરોસે મુકાઇ ગયા છે. ત્યાં સફાઇ બાબતે કોઇ ધ્યાન દેનારૂં નથી. હાલ તમામ લક્ષ્ય માત્ર ઉજણીના રૂટ પર જ અપાઇ રહ્યું છે. અહિં સફાઇ થવા ઉપરાંત દવાનો પણ છંટકાવ થઇ રહ્યો છે.

જ્યારે અન્ય વિસ્તારોને જાણે હાંસિયામાં ધકેલી દેવાયા છે. ઝાંઝરડા, ખલીલપુર, જોષીપરા સહિતના વિસ્તારોમાં સફાઇ કામગીરી ટલ્લે ચડી હોવાની લોકોમાંથી ફરિયાદ ઉઠી રહી છે.જૂનાગઢ સ્વચ્છતા સર્વેક્ષણમાં 100ની ઉપર ક્રમ આવ્યો હતો આ પ્રકારની સફાઇમાં પહેલેથી ધ્યાન આપ્યું હોત તો સારો ક્રમ આવી શકયો હોત પરંતુ કોર્પોરેશન માત્ર દેખાડો કરવામાં માહિર હોય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...