ક્લિન ઇન્ડિયા:જૂનાગઢ શહેરમાં તૂટેલા રસ્તા વચ્ચે ક્લિન ઇન્ડિયા ડ્રાઇવ

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિગત સોશ્યલ મિડીયા પર મૂકી કે નહી અે બતાવવું પડશે

ભારતની આઝાદીને 75 વર્ષ અને ભારતનાં વિકાસ અને સિધ્ધીનાં ભાગરૂપે ક્લિન ઇન્ડિયા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ક્લિન ઇન્ડિયા ડ્રાઇવનો પ્રારંભ કર્યો છે. તા. 4, 5 ઓક્ટોબર 2021નાં શહેરનાં 15 વોર્ડનાં 15 સ્થળ ઉપર સફાઇ કરવામાં આવશે. આ અંગેનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગની વિગતો મનપાનાં સેનીટેશન વિભાગને આપવાની રહેશે. જેમાં મહાનુભવોનાં નામ, લોકોની સંખ્યા, પ્રેસનોટની વિગત તેમજ સોશ્યલ મિડીયા પર વિગત મુકી છે કે નહી તે પણ બતાવવાનું રહેશે. જોકે હાલ જૂનાગઢમાં રસ્તાઓ તુટી ગયા છે. રસ્તા પર ધુળની ડમરીઓ ઉઠી રહી છે. તૂટેલા રસ્તા વચ્ચે મનપા દ્વારા ક્લિન ઇન્ડિયા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...