ગ્રેડ પેના મુદ્દે વધુ કર્મચારીઓ મેદાને:ગીર સોમનાથમાં ITIના વર્ગ-3ના કર્મચારીઓએ સરકાર સામે લડતમાં હાથ ધરી, અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ગ્રેડ-પે ઓછો

ગીર સોમનાથ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈટીઆઈ કર્મચારીઓને હાલ 2800નો ગ્રેડ પે મળે છે, 4205 કરવા રજૂઆત

ગીર સોમનાથ જિલ્લામાં આઇટીઆઇના વર્ગ-3ના કર્મચારીઓને ગ્રેડ-પેમાં રહેલી વિસંગતાથી અન્યાય થઈ રહ્યો હોય તે દુર કરી 4200 નો ગ્રેડ પે કરવા અંગે રાજય સરકારને સંબોધેલ આવેદનપત્ર કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને પાઠવી માંગણી કરી છે.

અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ગ્રેડ પે ઘણો ઓછો
જિલ્લામાં આઈટીઆઈમાં વર્ગ-3 ના કર્મચારીઓએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના તાબા હેઠળની ઔધૌગિક તાલીમ સસ્થાઓમાં વર્ષ 2001 માં માનદ ઉચ્ચક વેતનથી નિમણૂક પામેલ કર્મચારીઓનો અજમાયાશી ગાળો સળંગ ગણવા જોઈએ. આઈટીઆઈમાં ફરજ બજાવતા સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર, આસિસ્ટન્ટ સ્ટોર કિપર (વર્ગ-3) ના કર્મચારીઓનો હાલ ગ્રેડ-પે 2800 હોય જે 4200 કરવો જરૂરી છે. DGT દિલ્હી દ્વારા પણ 4600નો ગ્રેડ-પે આપવા બાબતનો પત્ર રાજ્યોને કરોલ હોવા છતા અમલ કરાયો નથી. ગુજરાતનો ગ્રેડ પે અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછો છે. રાજ્યમાં સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી સ્કુલના શિક્ષકોને પણ 4200 નો ગ્રેડ પે મળે છે. જ્યારે આઈ.ટી.આઈ.ના કોર્સમાં ધોરણ 10 પછીના જ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે. તેવા તાલીમાર્થીઓને તાલીમ આપતા સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરને 2800 ગ્રેડ-પે મળવુ અન્યાયકર્તા છે.

ગ્રેડ પેમાં રહેલી વિસંગતા અન્યાયકર્તા
વધુમાં ગુજરાતમાં સમાન લાયકાત ધરાવતા અન્ય ટેકનીકલ વિભાગના કર્મચારીઓને પણ 4200 ગ્રેડ-પે મળે છે. ત્યારે એક જ રાજય સરકાર હસ્તકના કર્મચારીઓ માટે જૂદો જૂદો ગ્રેડ-પે વિસંગતતા સર્જી રહ્યો છે. જે દુર કરીને આઈટીઆઈ કર્મચારી વર્ગ-3ની માંગણીને ધ્યાને લેવા માંગણી કરી છે. આઈટીઆઈના કર્મચારીઓની ગ્રેડ પેની વિસંગતાના લીધે થઈ રહેલ અન્યાય દુર કરવા અંતમાં માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...