મેંદરડા પંથકના હરિપુર ગામે રહેતાં વિજયાબેન ઉર્ફે વિજુબેન મેઘનાથીએ નોંધાવેલી ફરિયાદ મુજબ,વિજયાબેનના નણદની જમીન માપણી કર્યા વિના વેંચવા કાઢી હોય જેથી વિજયાબેને જમીન વેચવાની ના પાડી હતી જેથી દોલતગીરી મહાદેવગીરી મેઘનાથી, હંસાબેન મેઘનાથી, દિનેશગીરી ભીખનગીરી મેઘનાંથી, પાર્થ જયસુખગીરી મેઘનાથીએ વિજયાબેન તેમના પુત્ર ને ગાળો ભાંડી હતી તેમજ કુહાડીના હાથા વડે તેમજ ઢીકાપાટુંનો માર માર્યો હતો અને ધમકી આપી હતી બાદમાં ઇસ્માઇલ હસન મકરાણી, હનીફ ઇસ્માઇલ હસન મકરાણી, ભીખા વીરા સોંદરવા અને સોનલબેને આવી કહ્યું હતું કે જમીન અમે લઈ લીધી છે.અને વિજયાબેન તેમના પુત્રને ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જ્યારે દોલતગીરી મહાદેવગીરી મેઘનાથીએ નોંધાવેલી ફરિયાદ મુજબ,દોલતગીરીએ જમીન સોનલબેનને વેચેલ હોય જે જમીન પર ખાંભા નાંખવાનું અને શેઢાપાળા નાંખવાનું શરૂ હોય ત્યારે વિજયાબેન અને કેતન આવ્યા હતા અને કહ્યું હતું કે જમીનમાં અમારો હિસ્સો નીકળે છે.બાદમાં ગાળો ભાંડી મૂઢ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પોલીસે બંન્નેની ફરિયાદના આધારે વધુ આગળની તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.