મારામારી:પ્લાસવામાં લાકડામાં પાણી ઉડવા બાબતે બોલાચાલી બાદ મારામારી

જૂનાગઢએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેરાણી ઝઘડામાં વચ્ચે પડતા તેમને પણ માર માર્યો, 4 સામે ફરિયાદ
  • લોખંડનો પાઈપ ફટકાર્યો, 3 ટાકા આવ્યા, 108 મારફત સારવારમાં લઈ જવાયા

જૂનાગઢ પંથકનાં પ્લાસવા ગામે લાકડામાં પાણી ઉડવાની વાત મુદ્દે બોલાચાલી થયા બાદ મારામારી થતા 4 વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જૂનાગઢનાં પ્લાસવા ગામે રહેતા સેંજલબેન દિનેશભાઈ પાલેપરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ સેંજલબેન તેમના દેરાણીનાં ઘરે હાજર હોય ત્યારે તેમના કાકાજી સસરાની દિકરી આરતીબેન ફળીયામાં પાણી છાંટતા હોય જે પાણી સેંજલબેનના ઘરના પાસે પડેલ લાકડામાં ઉડતું હોય જેથી કહ્યું હતું કે, લાકડા પલળી જાય તો ચુલો સળગતો નથી તેમ કહેતા જ આરતીબેન ગાળો બોલવા લાગ્યા હતા.દરમિયાન તેના પિતા હરીભાઈ, માતા ભાવનાબેન, ભાઈ ડેનીશે આવી સેંજલબેનને ગાળો બોલવા લાગેલ જેથી ગાળો બોલવાની ના પાડતા હરીભાઈ ભીમાભાઈ, ભાવનાબેન હરીભાઈ, ડેનીશ હરીભાઈ, આરતી હરીભાઈએ ઉસ્કેરાઈ જઈ સેંજલબેનના ઘરની અગાશી પર પ્રવેશ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. અને હરીએ લોખંડનો પાઈપ માથાના ભાગે અને વાસાના ભાગે માર્યો હતો. એ દરમિયાન સેંજલબેનના દેરાણી નિલમબેન વચ્ચે છોડાવવા પડતા તેમને પણ એક ઘા માર્યો હતો. અને ઈજા પહોંચતા 108 દ્વારા સારવાર માટે લઈ જવાયા હતા. સેંજલબેનને ત્રણ ટાકા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...