વિવાદ:સિવીલ નજીકના કેબીન ધારકો વચ્ચે અથડામણ, 4 ને ઇજા પહોંચી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોડા બોટલોના છૂટ્ટા ઘા કરવામાં આવ્યા
  • પોલીસ, મનપાનું​​​​​​​ ડીમોલીશન, 15 થીવધુ કેબીનો દૂર કરાઇ

જૂનાગઢની નવી સિવીલ હોસ્પિટલ પાસે 2 કેબીન ધારકો વચ્ચે જૂના મન દુ:ખના કારણે અથડામણ થઇ હતી. આ તક્કે સોડા બોટલોના છૂટ્ટા ઘા કરાયા હતા. બાદમાં પોલીસ અને મનપાએ સંયુક્ત રીતે ડિમોલીશન હાથ ધરી 15થી વધુ લારી-કેબીન દૂર કરાવી હતી. આ અંગે એ ડિવીઝન પોલીસે જણાવ્યું કે, જૂના મનદુ:ખના કારણે નવી સિવીલ હોસ્પિટલ પાસેના 2 લારી ધારકો વચ્ચે અથડામણ થઇ હતી.

આ મામલે મકબુલભાઇ કટારીયાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મકબુલ કટારીયાએ આરોપી તરીકે જુસુબ ઉર્ફે દાઢી કુરેશી,અલ્તાફ કુરેશી, રાજા કુરેશી, ફિરોજ કુરેશી, ઇબ્રાહિમ કુરેશી,ફરદીન કુરેશી, અરબાઝ કુરેશીના નામ આપ્યા છે. ફરિયાદી અને આરોપીઓ વચ્ચે અગાઉ માથાકૂટ થઇ હતી જેનું મનદુ:ખ રાખી આરોપીએ સોડાબોટલોના તેમજ પથ્થરના છૂટા ઘા મારી ઇજા પહોંચાડી હતી.

આ અથડામણમાં ફરિયાદી મકબુલ કટારીયા, ઇકબાલ કટારીયા, રફિકભાઇ, સમીરભાઇ વગેરેને ઇજા પહોંચી હતા. ઇજાગ્રસ્તો સારવાર માટે સિવીલમાં દાખલ થયા છે. દરમિયાન પોલીસે મહાનગરપાલિકાનું જેસીબી મંગાવી 15 થી વધુ લારી-કેબીનોને દૂર કરાવી હતી. બનાવની વધુ તપાસ પીએસઆઇઆર.પી. ચુડાસમાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...