તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગોતરૂં આયોજન:કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા સિવીલ સજ્જ, દવા, ઇન્જેકશનનો જથ્થો મંગાવી રખાયો, ઓક્સિજન ટેન્ક, તબીબી સ્ટાફની સંખ્યામાં પણ વધારો કરાયો

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલના સ્ટોકમાં આવી પહોંચેલો દવાનો જથ્થો - Divya Bhaskar
હોસ્પિટલના સ્ટોકમાં આવી પહોંચેલો દવાનો જથ્થો
  • કોરોનાની બીજી લહેરમાં પડેલી મુશ્કેલી બાદ પૂર્વ તૈયારી કરી લેવાઇ

વૈશ્વિક મહામારી કોરોના છેલ્લા દોઢ વર્ષથી હાહાકાર મચાવી રહી છે. એમાંપણ પ્રથમ લહેર કરતા બીજી લહેરની અસર વધુ ભયાનક રહી હતી. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો કેટલાકે પરિવારોએ તો પોતાના પ્રિયજનોને ગૂમાવવાનો વારો આવ્યો હતો. કોરોના મહામારીની બીજી લહેર અનેક લોકોને ભરખી ગઇ હતી. મહામારીથી લોકોને બચાવવા તંત્રએ અથાક પ્રયાસો કર્યા હતા. પરંતુ અચાનક આવેલા કેસમાં ભયાનક ઉછાળાના કારણે જાણે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ દર્દીની સંખ્યામાં બેહદ વધારો થતા તંત્ર પણ હાંફી ગયું હતું.

ખાનગી, સરકારી હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા હતા. નવા બેડ, ઓક્સિજન બેડ વગેરે વધારવામાં આવ્યા હતા પરંતુ તેની સામે દર્દીઓની સંખ્યા ખુબ વધારે હોય લોકોને સારવાર મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. દવા, ઇન્જેકશન માટે પણ અનેક દર્દીઓને રઝળપાટ કરવી પડી હતી. જોકે, હવે બીજી લહેર લગભગ સમાપ્તિના આરે છે, પરંતુ ત્રીજી લહેરની દહેશત વ્યકત થઇ રહી છે. ત્યારે બીજી લહેરમાં રહી ગયેલી ખામીઓને ધ્યાને લઇ સિવીલ હોસ્પિટલ તંત્ર દ્વારા ફૂલ તૈયારી કરાઇ રહી છે જેથી બીજી લહેર જેવી ભયાનકતા ફરી જોવા ન મળે.

આ અંગે જૂનાગઢ સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમારે જણાવ્યું છે કે, કોરોનાની બીજી લહેર બાદ સંભવિત ત્રીજી લહેરને લઇ આગોતરૂં આયોજન કરાયું છે. ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા સિવીલ હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે. આ માટે દવા અને ઇન્જેકશનનો જથ્થો મંગાવી રખાયો છે. ડોકટર તેમજ તબીબી સ્ટાફ, બેડ, ઓક્સિજન બેડ, વેન્ટીલેટરની સંખ્યામાં પણ વધારો કરાયો છે.

જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે એમફોટેરીસીન બી 50 એમએચ ઇન્જેકશનના 711 વાયલ અને રેમડેસિવીર ઇન્જેકશનના 22 વાયલ તૈયાર રખાયા છે. જ્યારે ફેવીપીરાવિરનો 15,912 ટેબ્લેટનો જથ્થો તૈયાર રખાયો છે. ઓક્સિજનનો એક પ્લાન્ટ હાલ ચાલુ છે અને વધુ બે ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત થઇ જશે.

તબીબી સ્ટાફ, બેડની સંખ્યા વધારાઇ
કોરોનાની ત્રીજી લહેરને લઇને તબીબી સ્ટાફ, બેડની સંખ્યા પહેલા કરતા વધારાઇ છે. ઓક્સિજન બેડની સંખ્યા 600 હતી જે ત્રીજી લહેર માટે 1001 કરાઇ છે. આઇસીયુ બેડ 30 હતા જે 141 કરાયા છે. વેન્ટીલેટર 45 હતા જે 257 કરાયા છે. તબીબી સ્ટાફ 18 હતો જે 27 કરાયો છે. એમબીબીએસ 9 માંથી 68 કરાયા છે. નર્સનો સ્ટાફ 118 માંથી 218 નો કરાયો છે. વર્ગ 4 ના કર્મચારી 220 હતા જેમાંથી 370 કરાયા છે.

બન્ને લહેરમાં મળી 3,613 દર્દીની સારવાર
માર્ચ 2020થી લઇને ઓગસ્ટ 2021 સુધીની કોરોનાની બન્ને લહેર દરમિયાન જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ ખાતે કુલ 44,694 ઓપીડી કરાઇ હતી. આમાંથી કોરોના પોઝિટીવ, નેગેટિવ, શંકાસ્પદ એવા 6,149 દર્દી હતા જેમાંથી 3,613 દર્દી પોઝિટીવ હતા જેની સારવાર કરાઇ છે.

અત્યાર સુધીમાં 25,644ને વેક્સિન
રોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવામાં ઝડપી રસીકરણનો મુખ્ય ફાળો છે તેમ જણાવી સિવીલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમારે કોરોના વેક્સિન લેવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સિવીલ હોસ્પિટલ ખાતેના વેક્સિનેશન સેન્ટરમાં 18,802ને કોરોના વેક્સિનનો ફર્સ્ટ ડોઝ અપાયો છે. જ્યારે 6,842ને બીજો ડોઝ અપાયો છે. આમ, કુલ 25,644ને ડોઝ અપાયા છે.

3 લાખ લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા
કોરોના મહામારીને લઇ લોકોના આરટીપીસીઆર ટેસ્ટની પણ કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન માર્ચ 2020થી લઇને ઓગસ્ટ 2021 સુધીમાં એટલે કે બન્ને લહેર દરમિયાન કુલ 3,19,727 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા છે.

દવા, ઇન્જેકશન, ઓક્સિજનનો જથ્થો તૈયાર રખાયો
નાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે એમફોટેરીસીન બી 50 એમએચ ઇન્જેકશનના 711 વાયલ અને રેમડેસિવીર ઇન્જેકશનના 22 વાયલ તૈયાર રખાયા છે. જ્યારે ફેવીપીરાવિરનો 15,912 ટેબ્લેટનો જથ્થો તૈયાર રખાયો છે. ઓક્સિજનનો એક પ્લાન્ટ હાલ ચાલુ છે અને વધુ બે ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...