તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મંજૂરી:જૂનાગઢની સિટી બસ બિલખા, વંથલી, માખિયાળા, વડાલ સુધી જઇ શકશે

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપાએ વાહનવ્યવહાર કમિશ્નર સમક્ષ રૂટ અને ભાડાની મંજૂરી માંગી

 મનપાના સુત્રોએ જણાવ્યું હતું કે, સિટી બસના રૂટ અને ભાડું નક્કી કરવાની સત્તા રાજ્યનાં વાહન વ્યવહાર કમિશ્નર પાસે હોય છે. અમે તેમણે 6 મહિનાથી આ માટેની દરખાસ્ત કરી દીધી છે. જેમાં અગાઉ જે આઝાદ ચોકથી 8 કિમીની ત્રીજિયા સુધીના રૂટો હતા તે વધારીને 15 કિમીની ત્રીજિયા સુધીના રૂટો નક્કી કર્યા છે. જે મુજબ, આઝાદ ચોકથી છેક બિલખા, વંથલી, માખિયાળા, વડાલ અને ભેંસાણ રોડ પર નોબલ કોલેજ સુધીની મંજૂરી મળશે. આ મંજૂરી મળી ગયા બાદ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાશે. દરમ્યાન પાછલા ટેન્ડરની મુદ્દત મે માસમાં પૂરી થઇ ગઇ છે. જોકે, લોકડાઉન માર્ચ મહિનામાં શરૂ થઇ ગયું હોવાથી સિટી બસ તો ત્યારથીજ બંધ થઇ ગઇ હતી. પરંતુ નવી પ્રક્રિયા શરૂ થતાં છેક દિવાળી આવી જાય તો નવાઇ નહીં એમ છેલ્લા કોન્ટ્રાક્ટર શૈલેન્દ્ર સક્સેનાએ કહ્યું હતું.

બીજા શહેરોમાં મનપા સામેથી કોન્ટ્રાક્ટરને ભાડું ચૂકવે છે
રાજ્યના બીજા મહાનગરોમાં સિટી બસના કોન્ટ્રાક્ટરમાં મનપા સામેથી કોન્ટ્રાક્ટરને ભાડું ચૂકવે છે. જ્યારે જૂનાગઢમાં અમારે મનપાને ભાડું ચૂકવવું પડતું હતું. જો મને ભાડું માફ કરી દે તો મેં સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે 5 રૂપિયા ભાડામાં રૂટો ચલાવવાની ઓફર મનપા સમક્ષ મૂકી હતી. > શૈલેન્દ્ર સક્સેના, છેલ્લા સિટી બસ કોન્ટ્રાક્ટર

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો