તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:અનલોક બાદ નવી ફિલ્મો રિલીઝ ન થતા જૂનાગઢના સિનેમા હોલ ન ખુલ્યા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્ય સરકારની 27 જૂનથી 50 ટકા પ્રેક્ષકો સાથે સિનેમા ખોલવાની મંજૂરી
  • નવા અને સારા પિકચરો આવ્યા બાદ વિચારાશે: સિનેમા સંચાલક

કોરોનાની બીજી લહેર સાવ નબળી પડતા હવે રાજ્ય 99.98 ટકા અનલોક થયું છે. માત્ર સ્કૂલ, કોલેજ અને સ્વિમીંગ પુલ સિવાય તમામને ખોલવાની મંજૂરી મળી ગઇ છે. 27 જૂનથી સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ અને ઓડિટોરિયમને પણ 50 ટકાની ક્ષમતા સાથે ખોલવાની છૂટ અપાઇ છે. જોકે, તેમ છત્તાં જૂનાગઢમાં સિનેમા હોલ કે મલ્ટિપ્લેક્સ ખુલ્યા નથી.

આ અંગે સુરજ સિને પ્લેક્સના નિલેશભાઇ ધુલેશીયાએ જણાવ્યું હતું કે, સરકારે છૂટ આપી છે તે સારી બાબત છે. પરંતુ જ્યાં સુધી નવા ફિલ્મો રિલિઝ ન થાય ત્યાં સુધી ખોલવાની કોઇ ગણતરી જ નથી. જ્યારે નવી ફિલ્મો આવશે તો મલ્ટિ પ્લેક્સ ખોલશું. પરંતુ કહેવત છે કે, કૂવામાં હોય તો અવેડામાં આવે. જ્યાં મુંબઇમાં નવી ફિલ્મો જ બનતી ન હોય તો સિનેમા ઘર સુધી આવે કેવી રીતે ? માટે હાલ પુરતું તો મલ્ટિ પ્લેકસ ખોલવાના નથી. જ્યારે જયશ્રી ટોકિઝના ઇશ્વરભાઇ રામચંદાણીએ જણાવ્યું હતું કે, નવી ફિલ્મ જ નથી તો ટોકિઝ કઇ રીતે ચાલુ કરવી? જૂની ફિલ્મો જોવા કોણ આવે? 15 માર્ચ 2020માં છેલ્લે બાગી 3 ફિલ્મ લાગ્યું હતું.

બાદમાં કોરોના મહામારીના કારણે સિનેમા હોલ બંધ થયા હતા. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે વિજબિલમાં રાહતની પણ હજુ લાઇટ બિલમાં ફિક્સ ચાર્જ લેવાય જ છે, છૂટ અપાઇ નથી. આવા સંજોગોમાં આવક ન થાય તો ખર્ચનું ડેમરેઝ કોણ માથે ચડાવે? માટે હાલતો સિનેમા ચાલુ થાય તેવા કોઇ એંધાણ નથી.

અન્ય સમાચારો પણ છે...