તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંજો પકડાયો:જૂનાગઢના વંથલીમાંથી સીઆઇડી ક્રાઇમની ટીમએ 3.50 કિલોગ્રામ ગાંજા સાથે મહિલાને પકડી

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરોડામાં રૂ.1.20 લાખની રોકડ પણ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

જૂનાગઢના વંથલીમાં સી.આઇ.ડી. ક્રાઇમની ટીમએ ચોકકસ બાતમીના આધારે વાલી દરવાજા પાસે એક મહિલાના મકાનમાં દરોડો પાડી રૂ.33,950 ની કિંમતનો સાડા ત્રણ કિલો ગાંજાના જથ્થો તથા વેંચાણના રૂ. 1 લાખ 20 હજાર સાથે મહિલાની ધરપકડ કરી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ સી.આઇ.ડી. ક્રાઇમની ટીમને ચોકકસ બાતમી મળેલ કે વંથલીમાં વાલી દરવાજા પાસે રહેતી કુસુમબેન ઇસ્માઇલ સોઢા નામની મહિલા ગાંજાનું વેંચાણ કરે છે. જેથી પોરબંદર ડીટેકટીવ ટીમના પીઆઇ કે.એચ. સાંધ તથા સ્ટાફે રાજકોટ ઝોનના ડી.વાયએસ.પી.ને જાણ કરી બાતમી વાળા મકાન પર દરોડો પાડયો હતો.

જેમાં કબાટમાં રાખેલ ડબરામાંથી 3 કિલો 595 ગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂ.33,950નો મળી આવ્યો હતો. અને ગાંજા વેંચાણના રૂ.1,20,330 મળી કુલ રૂ.1.54 લાખના મુદામાલ સાથે મહિલાની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી હતી. જેમાં ગાંજાનો જથ્થો અર્જુન મારવાડી નામના શખ્સ પાસેથી મેળવ્યાની કબુલાત આપી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી અર્જુનની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...