તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ કબ્જે:ચોટીલાનાં શખ્સને જૂનાગઢથી પિસ્તોલ સાથે પોલીસે ઝડપી લીધો, 1 જીવતા કાર્ટીસ સહિત 25100 નો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢના રામદેવપરા વિસ્તારમાંથી એસઓજીએ એક શખ્સને એક પીસ્તોલ સાથે એક જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. પુછપરછ કરતાં મૂળ ચોટીલાનો અને હાલ રાજકોટ રહેતો હોવાનું બહાર આવ્યું હતું. બનાવની મળતી વીગતો મુજબ, જૂનાગઢના રામદેવપરા વિસ્તારમાં એક શખ્સ હથિયાર સાથે હોવાથી એસઓજીને બાતમી મળી હતી. જેને પગલે એસપી રવિ તેજા વાસમશેટ્ટીની સુચનાથી એસઓજી પીઆઇ એચ. આઇ. ભાટી, પીએસઆઇ જે. એમ. વાળા અને ટીમે વોચ ગોઠવી હતી. અને એક શખ્સને ઝડપી લીધો હતો. તેમની પુછપરછ કરતાં હાલ રાજકોટના કુવાડવા રોડ પર રહેતો.

અને મૂળ આણંદપુર ગુંદા (તા. ચોટીલા) નો કિશોર ઉર્ફે કિશન ગોરધનભાઇ મકવાણા હોવાનું કહ્યું હતું. તેની ઝડતી લેતાં દેશી બનાવટની રૂ. 25 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ અને રૂ. 100 ની કિંમતનું જીવતું કારતૂસ મળી આવ્યું હતું. આ શખ્સ સામે રાજકોટ પોલીસ મથકમાં 376 મુજબનો ગુનો પણ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો