ચોરવાડ અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ધાંધિયા જોવા મળી રહ્યાં છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગેની મળતી વિગત મુજબ ચોરવાડ અને જુજારપુર, ખંભાળીયા, કાણેક, કુકસવાડા, ખેરા, વિસણવેલ સહિતના ગામોને આવરતુ અને વીજ પુરવઠો પુરો પાડતુ એક જ 66 કેવી વર્ષ 1980માં વિસણવેલ- ગડુ રોડ પર કાર્યરત થયેલ હતું. ત્યારથી અત્યાર સુધીમાં ઘણો લોડ વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વાડી વિસ્તાર, પથ્થરની ખાણો સહિતને વીજળી પુરી પાડે છે.
જેથી પણ લોડ વધારો જોવા મળે છે. જેમને લઈ ચોરવાડ હોલિડેકેમ્પ ખાતે 515 મંજુર 2015માં થયું હતું. તેમની કામગીરી વર્ષ 2019માં પૂર્ણ થઈ હતી. પરંતુ હજુ સુધી લાઈન ખેંચવાની કામગીરી પૂર્ણ થઈ નથી. આ અંગે અનેકવખત રજૂઆત કરી છે. છતાં ઉકેલ આવતો નથી. આ પ્રશ્નને લઈ યોગ્ય કરવાની માંગ સાથે રજૂઆત કરાઈ છે. તેમજ પ્રિ-મોનસુનની કામગીરી પણ યોગ્ય રીતે ન થઈ હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.