હાલના સમયે દેશમાં પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ ખૂબ વધી રહ્યું છે.અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીને ભણાવવામાં આવી રહ્યો છે ત્યારે પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમ સમાવેશ કરતા પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળશે. પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે, વાલીઓને પણ પ્રાકૃતિકખેતી માટે ઉજાગર કરવામાં આવશે.
આજના રાસાયણિક યુગમને લઈને લોકોના સ્વાસ્થ્ય ઉપર મોટો ખતરો ઊભો થયો છે ત્યારે પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય બચાવી ખૂબ જ જરૂરી બની છે જે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રાકૃતિક ખેતી નો વ્યાપ વધારવા અને દેશી ગાયની સંવર્ધન માટે જે નીતિ બનાવવામાં આવી છે તેને લઈને આવનાર ભવિષ્યમાં લોકોને શુદ્ધ ખોરાક અને અનાજ મળી રહે તે માટે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં પણ પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના સંવર્ધન નો વિષય મૂકવામાં આવ્યો છે તેને લઈને આજે જુનાગઢના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતો પત્ર લખ્યો હતો.
જુનાગઢ જિલ્લાની 200થી પણ વધુ શાળાઓમાં અભ્યાસ કરતા 50,000 થી પણ વધુ બાળકોએ આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પત્ર લખી અને આભાર વ્યક્ત કર્યો હતો શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ આયોજનને જુનાગઢ જિલ્લામાં મોટો પ્રતિસાદ મળ્યો છે પ્રાકૃતિક ખેતીને નીતિગત સ્વીકારવાનું કામ કર્યું છે. અને પ્રાકૃતિક ખેતી ને વેગ મળે તે માટે યોજનાઓ ઘડી છે. તેના લીધે હવે આવનાર ભવિષ્ય માટે આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. નહિતર રાસાયણિક ખેતી ના લીધે લોકોના ખોરાકમાં ઝેર ભળી રહ્યા છે. આ ઝેરના લીધે બહુ જ ઝડપથી કેન્સર ,ડાયાબિટીસ ,હૃદય રોગ જેવા રોગો ખૂબ જ ઝડપથી માનવ વસ્તીને મૃત્યુને આધીન કરી રહ્યા છે. આવું દ્રશ્ય જોઈને ભવિષ્ય અંધકારમય દેખાતું હતું.જે ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ દેવરત આચાર્ય દ્વારા પ્રાકૃતિક ખેતીને વે મળે તે માટેના પ્રયત્નો ને લઈને વિદ્યાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો...
ગુજરાતનો ખેડૂત હવે આધુનિક બન્યો છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતો થયો છે. ગાય આધારિત ખેતી કરીને રસાયણોથી દૂર કુદરતી પાકનું ઉત્પાદન કરીને તે સીધા ગ્રાહકો સુધી પહોંચાડી સારી એવી કમાણી કરી રહ્યા છે. દેશી ગાય.....પ્રાકૃતિક ખેતી દેથી ગાય પર આધારિત છે.દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300-500 કરોડ સુક્ષ્મ જીવાણું હોય છે.દેશી ગાયના છાણ અને મૂત્રની સુગંધથી દેશી અળસિયા જમીનના ઉપરના સ્તરમાં આવી જાય છે અને જમીન વધુ ઉત્પાદક બને છે.દેશી ગાયના છાણમાં છોડના વિકાસ માટે જરૂરી 16 મુખ્ય પોષકતત્વો હોય છે.આ તમામ પોષકતત્વો દેશી ગાયના આંતરડાંમાં બને છે. તેથી દેશી ગાય પ્રાકૃતિક ખેતીનો મૂળ આધાર છે.
સ્કૂલના વિદ્યાર્થી ધ્રુવ ગોહિલે જણાવ્યું હતું કે આજના સમયને ધ્યાનમાં રાખી દેશી ગાય અને પ્રાકૃતિક ખેતી ની ખૂબ જરૂરી છે. ત્યારે શિક્ષણમાં પણ હવે પ્રાકૃતિક ખેતીને ભણાવવામાં આવી રહ્યું છે. તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતો પત્ર વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવ્યો છે.. સ્કૂલના આચાર્ય તરુણ કાટબામણાએ જણાવ્યું હતું કે, 200 થી વધારે બાળકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર માનતો પત્ર લખ્યો છે પ્રાકૃતિક ખેતીનો જે વિકાસ કરવાનો છે તે અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે અને દેશી ગાય ના બચાવ માટે કૃષિ ઋષિ સંત યાત્રા જે નીકળવાની છે તેના માટે બાળકો આભાર વ્યક્ત કરે છે. પ્રાકૃતિક ખેતી ના લીધે ભવિષ્યમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થશે. પ્રાકૃતિક ખેતીમાં લોકોનો ધ્યાન કેન્દ્રિત થશે અને પ્રાકૃતિક ખેતી લોકો માટે લાભદાય નીકળશે.
આપણા રાજ્યપાલ દ્વારા પણ પ્રાકૃતિક ખેતીમાં વધારો કરવા અને વધુમાં વધુ વિકસાવવા ખૂબ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જેથી દરેક લોકોને શુદ્ધ ખોરાક ખાવા મળશે અને વાતાવરણને પણ કોઈ પ્રકારનું નુકસાન નહીં પહોંચે. અને તે માટે જ બાળકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આભાર વ્યક્ત કરતા પતત્રો લખ્યા છે..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.