• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Children Of Junagadh's Saraswati School Were Given The Homework Of Feeding Kichdora To A Cow To Better Understand Religious Festivals.

વિદ્યાર્થીઓને ઇનોવેટિવ હોમવર્ક:જૂનાગઢની સરસ્વતી સ્કૂલના બાળકો ધાર્મિક તહેવારોને વધુ સારી રીતે સમજી શકે તે હેતુથી ગાયને ખીચડો ખવડાવવાનું હોમવર્ક અપાયું

જુનાગઢ18 દિવસ પહેલા

મકરસંક્રાતિના દિવસે દાનનુ ખુબ મહત્વ છે. ત્યારે આ દિવસે ગોળ, ઘી, મીઠું અને તલ ઉપરાંત કાળી અડદની દાળ અને ચોખાનું દાન કરવુ એ સંસ્કૃતિ સાથે સંકળાયેલ છે. ધાર્મિક તહેવારને લઈ બાળકોમાં જાણકારી આવે અને અભ્યાસ કરતા બાળકો પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે સંસ્કૃતિને પણ સારી રીતે સમજી અને જાણી શકે તેવા હેતુથી જૂનાગઢની સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓને મકરસંક્રાતિના પર્વને લઈ ગાયને ખીચડો ખવડાવવાનું ઇનોવેટિવ હોમવર્ક આપવામાં આવ્યું હતું.

હિન્દુ ધર્મમાં ગાયને અતિ પવિત્ર ગણવામાં આવે છ. 33 કરોડ દેવતાઓનો જેમાં વાસ છે અને જેનું હિંદુ ધર્મમાં પૂજન અર્ચન કરવામાં આવે છે તે બાબત હાલના યુગમાં વિદ્યાર્થીઓ વધુ સારી રીતે સમજી શકે તેવા હેતુથી આ ઇનોવેટિવ હોમવર્ક આપવામાં આવ્યું હતું. સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીના માતાએ જણાવ્યું હતું કે, બાળકોને સંસ્કૃતિ સમજવા માટે ઇનોવેટિવ હોમવર્ક ખૂબ ઉપયોગી બને છે. ધાર્મિક તહેવારોનું પણ મહત્વ બાળકો સમજે તેવા હેતુથી આ ધાર્મિક કાર્યો સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે. મકરસંક્રાંતિમાં ગાયને ખીચડો ખવડાવી બાળકો ગાયનું મહત્વ વધુ સારી રીતે સમજી શકે તે માટે આ હોમવર્ક આપેલું છે. ઘણી સંસ્થાઓ દેશમાં ઉજવાતા અને મનાવતા ભારતીય પરંપરા અનુસારના તહેવારોને વૈજ્ઞાનિક રીતે ઉજવવાનો પ્રયાસ કરે છે ત્યારે જૂનાગઢની સરસ્વતી સ્કૂલ દ્વારા સંસ્કૃતિને સમજવા અનેરૂ હોમવર્ક આપવામાં આવ્યું છે. સરસ્વતી સ્કૂલના ટ્રસ્ટી પ્રદીપ ખીમાણીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિનું ખૂબ જ મહત્વ છે ત્યારે આવનારી 14 તારીખે મકરસંક્રાંતિનો પર્વ હોય આ દિવસે ગાયને ખીચડો ખવડાવવાની એક પરંપરા છે પરંતુ મકરસંક્રાંતિના દિવસે બધા સમાજના લોકો ગાયને જ્યારે ખીચડો ખવડાવે છે ત્યારે એકી સાથે ગાય આ ખીચડો ખાઈ નથી શકતી જેને ધ્યાને લઈ સરસ્વતી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને એક ઇનોવેટીવ હોમવર્ક આપવામાં આવ્યું છે જેમાં મકરસંક્રાંતિના આગલા દિવસોમાં માતા-પિતાની હાજરીમાં ગાયને ખીચડો ખવડાવી ફોટો પાડી સરસ્વતી સ્કૂલના વોસ્ટઅપ નંબરમાં મોકલે અને સોશિયલ મીડિયાના માધ્યમથી સરસ્વતી સ્કૂલની આ પ્રવૃત્તિ લોકો સુધી પહોંચે અને એક ધાર્મિક સંદેશ જાય તેવા હેતુથી આ અભ્યાસની સાથે સાથે સંસ્કૃતિનું એક કાર્ય કરવાનો પ્રયાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...