જૂનાગઢ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાંથી કાથરોટા માધ્યમિક શાળાના બાળકો તાલુકો કક્ષાએથી જિલ્લા કક્ષાએ પસંદ થઈ અને હવે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ પોરબંદર મુકામે પાંચમા વિભાગમાં સિક્યુરિટી એલાર્મ નામની કૃતિ લઈને બાળ વૈજ્ઞાનિકો ભાગ લેશે.
આ આકૃતિની અંદર બાળકો દ્વારા અને વિજ્ઞાન શિક્ષક બલદેવપરીના માર્ગદર્શનથી પ્રેરિત થઈ એવી કૃતિ બનાવી કે જે કૃતિ દ્વારા ખાસ અદ્રશ્ય સિક્યુરિટી પ્રોવાઇડ કરવામાં આવે છે જેમ કે બેન્કિંગની અંદર લોકર સિસ્ટમમાં કોઈ વ્યક્તિ અંદર સીસીટી કેમેરા હોય છે જે તો કોઈને પણ ખ્યાલ આવે પરંતુ આ એક એવી કૃતિ બનાવવામાં આવી છે તે અદ્રશ્ય લાગે છે અને ત્યાં કોઈ પણ વ્યક્તિ દાખલ થાય તો તરત જ સિક્યુરિટી એલાર્મ અને લાઈટ થાય છે એ વાગવા માંડે છે અને તમામ કર્મચારીને જાણ કરે આ કૃતિ ઝોન કક્ષાએ પોરબંદર મુકામે રજૂ થશે.
જૂનાગઢ જિલ્લાની સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કેશોદ મુકામે જિલ્લા કક્ષાનું યોજાયેલું હતું. જેમની અંદર પ્રાથમિક અને માધ્યમિક શાળાના કુલ 100 મોડેલો મુકાયેલા હતા. જેમાં પાંચ વિભાગ હોય છે. દરેક વિભાગની અંદર દરેક એસ.વી.એસ. કક્ષાની પાંચ કૃતિઓ મુકવામાં આવે છે.જેમાં પાંચમા વિભાગમાં બે બાળ વૈજ્ઞાનિકો ગજેરા ભાર્ગવ જગદીશભાઈ,રાઠોડ સિધ્ધાર્થ જયંતીભાઈ પ્રથમ ક્રમાંકે આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.