તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાર્થના:મુખ્યમંત્રી રૂપાણીએ સોમનાથમાં શિશ ઝૂકાવ્યું, રાજ્યની સુખાકારી અને કલ્યાણ માટે મહાદેવની પૂજા અર્ચના કરી

વેરાવળ3 મહિનો પહેલા
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે મહાદેવની મહાપુજા અને ધ્વજા પૂજા કરી ધન્યતા પ્રાપ્ત કરી

ગઈકાલે સાંજે સોમનાથ મુલાકાતે સજોડે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રવિવારે સવારે સોમનાથ મંદિર દર્શનાર્થે જઈ ગુજરાતીઓની સુખાકારી માટે પૂજા અર્ચના કરી હતી.

આજે સવારે 7:30 વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા બાદ 8 વાગ્યા આસપાસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના પત્ની અંજલીબેન સાથે સોમનાથ મંદિરએ દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિરમાં મુખ્યમંત્રીએ સજોડે સોમનાથ મહાદેવની મહાપુજા અભિષેક અને ધ્વજા પૂજા કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને કોરોનામાંથી વહેલી મુક્તિ મળે અને રાજ્યની સુખાકારી જળવાઈ રહેવાની સાથે કલ્યાણ થાય તે માટે પ્રાર્થના કરી હતી. સોમનાથ મંદિરના પૂજારી મિથીલેશ દવેએ શાસ્ત્રોક્ત રીતે પૂજાવિધિ કરાવી હતી. બાદમાં મંદિર પરીસરમાં શ્રી ગણેશજીના મંદિરે પણ દર્શન કર્યા હતા.

આ તકે સોમનાથ મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડા, અધિકારી દિલીપભાઈ ચાવડાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કર્યું હતું. દર્શનાર્થે આવેલ મુખ્યમંત્રી સાથે સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઇ પરમાર, ઇન્ચાર્જ કલેકટર, અધિક કલેકટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...