તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:સોરઠમાં ટેકાના ભાવે ચણાની ખરીદી નોંધણી ઠપ્પ: ખેડૂતોમાં રોષ

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સવારથી ઓનલાઈન સાઈટ બંધ રહેતા ખેડૂતોને ધરમનો ધક્કો થતા ભારે રોષ જોવા મળ્યો

સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી આગામી 1 થી 15 ફેબ્રુઆરી સુધી કરવામાં આવનાર છે. 1 ફેબ્રુઆરી થી ગ્રામ પંચાયત કે વીસીઈ પાસે ઓનલાઈન નોંધણી પ્રક્રીયા શરૂ કરાઈ છે. પરંતુ કનેક્ટિવિટી અત્યંત ધીમી હોય જેથી કામગીરી થઈ ન શકી અને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જેથી ધરતીપુત્રો જરૂરી કાગળો સાથે કેશોદ ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા હતાં. પણ વારંવાર સર્વર ઠપ્પ થઈ જતું હોય જેથી કામગીરી થઈ શકી ન હતી. અને પરત ફરવું પડ્યું હતું. જો કે બપોર બાદ કામગીરી વેગવંતી બની હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે કેશોદ પંથકના ખેડૂતોએ રોષભેર જણાવ્યું હતું.કે મગફળી હોય કે તુવેર દર વખતે નોંધણી પ્રક્રિયા સમયે આ જ સ્થિતિનું નિર્માણ થાય છે.

ઊનાના સનખડા ગ્રામ પંચાયત ઓફીસમાં વહેલી સવારથી
આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો ચણાની નોંધણી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે આવી પહોચ્યાં હતા. પરંતુ નોંધણી સમયે ઓનલાઈન સાઈટ 4 કલાક બંધ રહેતાં ખેડુતોમાં રોષ ફેલાયો હતો. ખેડુતો પોતાની ખેતીમાં ચણાના પાકનું વાવેતર કરેલ હોય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા પ્રથમ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવાનું હોય પરંતુ આજે પહેલાં જ દિવસે ખેડૂતો પોતાના કામ કાજ છોડી વહેલી સવારે 6 કલાકે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા માટે સનખડા ગ્રામ પંચાયત ઓફીસે વીસી ઓપરેટર પાસે રજીસ્ટ્રેશન માટેના જરૂરી ડોક્યુમેન્ટ લઇ પહોચી ગયેલા પરંતુ ઓનલાઇન સાઇડ ન ખુલતા 4 કલાક સુધી રઝડી પડ્યા હતા. અને ખેડૂતો હેરાન પરેશાન થયા હતા.

ઊનામાં 33 જેટલા રજિસ્ટ્રેશન થયા
એક તરફ ડિઝીટલની વાતો કરતી સરકાર ખેડૂતો માટે ચણાની ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરેલ તેમાં ઓનલાઈન સાઈડ પર કોઈ ખામીના કારણે ડોક્યુમેન્ટ અપલોડ ન થતાં ખેડૂતો પરેશાન થયા હતા. જાેકે 10 વાગ્યા પછી સાઈટ ચાલું થતા દીવસ દરમ્યાન 33 જેટલા ઓનલાઈન રજિસ્ટ્રેશન થયા હતા. જ્યારે 100 જેટલા ફોર્મ સ્વીકારેલ હતા.

ડાયરેકટ સબસીડી જમા કરો
ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે ખરીદી પ્રક્રિયામાં ઘણો સમય લાગી જતો હોય છે. જેથી સમયસર નાણાં પણ મળતા નથી. જે ખેડૂતોએ તલાટી પાસે ચણા કે અન્ય પાકની નોંધણી કરાવી હોય તેમના ખાતામાં ડાયરેકટ સબસીડી નાખવી જોઈએ જેથી ખેડૂતોને ફાયદો થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો