તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ટેકાના ભાવે ચણા ખરીદીનો ક્વોટા નક્કી નહીં, બજારમાં વેચવા પડશે

માણેકવાડા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નોંધણી થઈ ગઈ,તારીખ પણ નક્કી પણ મેઈન પ્રશ્ન અણઉકેલ રહેતા ખેડૂતો મુંઝવણમાં મૂકાયા

સરકાર દ્વારા વિવિઘ ખેત ઉપજોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી રે જેમાં મુખ્યત્વે મગફળી, તુવેર, ચણા સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. જેના પૂરતા ભાવ મળી રહેતાં હોય જેથી ખેડૂતોને આર્થિક ફાયદો પણ થયો છે. થોડા દિવસબાદ સરકાર દ્વારા ચણાની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. જેમની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.

એક ખેડૂતના ખાતામાં કેટલા ચણા લેવાશે એ હજુ કઈ નક્કી નથી જેથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. કારણ કે ખરીદીનો ક્વોટા ઓછો હશે તો ના છૂટકે ખુલ્લા બજારમાં ચણા ઓછા ભાવે વેચવાનો નોબત આવશે. જેથી સરકાર દ્રારા ચણાની ખરીદીનો ક્વોટા જાહેર કરાઇ તેવી ખેડુતો માંથી માંગ ઉઠવા પામી છે.

મગફળીમાં પણ આવું જ થયું'તું
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે મગફળી ખરીદીમાં માંડ એક જ વખત વારો આવ્યો હતો અને બીજી મગફળી નીચા ભાવે બજારમાં વેચવા મજબુર બન્યા હતા.

નાણાં વહેલા મળે તે જરૂરી
આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ થી પાકમાં ભારે નુકસાન થયું હતું. તેથી ખેડૂતોને આર્થિક ફટકો પડયો હોય. જેથી શિયાળુ પાક માટે બિયારણ, દવા ઉધાર લઈ વાવેતર કર્યું હતું. જેથી ચણાની ખરીદી બાદ નાણાં તુરંત મળે તેમ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો