તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિન્ધી સમાજની પહેલ:ચેટીચંડની ઉજવણી કોરોનાનાં કારણે નહી થાય

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શોભાયાત્રા પણ નહી યોજાય : સમાજે કર્યો નિર્ણય

જૂનાગઢમાં પ્રતિવર્ષ સમસ્ત સિન્ધી સમાજ દ્વારા સિન્ધી સમાજના નૂતન વર્ષ અને શ્રી ઝૂલેલાલ પ્રાગટય દિન નિમિત્તે ચૈત્રીબીજના દિવસે ચેંટીચંડ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે વધતા જતા કોરોનાના સંક્રમણને પગલે સિન્ધી સમાજે નવી પહેલ કરી સૌ માટે પ્રેરણાદાયી પગલુ ભરી ચેટીચંડની ઉજવણી સાદાઈપૂર્વક કરવાનું નકકી કર્યુ છે.

કોરોના સામેની લડતને વધુ મજબૂત બનાવવા જાહેર હિતમાં આ વર્ષે ૧૩ મી એપ્રિલે ચેટીચંડ મહોત્સવની ઉજવણી, શોભાયાત્રાના કાર્યક્રમો તેમજ સમૂહ ભોજનનું આયોજન સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન, શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ, શ્રી ઇચ્છાપૂર્ણ ઝૂલેલાલ મંદિર (સિન્ધી સોસાયટી), શ્રી અંબિકા નગર સિન્ધી જનરલ પંચાયત, શ્રી ઝૂલેલાલ મંદિર (આદર્શ નગર), શ્રી ઝૂલેલાલ મંદિર (સુખનાથ ચોક), સિન્ધી લોહાણા (રિયાસત) જનરલ પંચાયત, રાયજીબાગ સહિત શહેરના વિવિધ ગુરૂદ્વારા, સંગઠનો, સોસાયટીઓ તેમજ યુવક મંડળ દ્વારા બંધ રાખવામાં આવ્યૂં છે. ચેંટીચંડ મહોત્સવ હવે માત્ર પોત પોતાના વિસ્તારમાં ઝૂલેલાલ મંદિર તથા ભેરાણો સાહેબના દર્શન-પૂજન કરીને મનાવવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો